શાકાહારી ફૂડની ડિલિવરી માટે ખાસ ગ્રીન ડ્રેસ-કોડની યોજનાની ટીકા થતાં ઝોમૅટોએ ડ્રેસ-કોડ ચેન્જ પાછો ખેંચી લીધો

21 March, 2024 10:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જે લોકો શાકાહારી ફૂડની ડિલિવરી કરતા હશે તેમને જ શાકાહારી ફૂડની ડિલિવરી માટે મોકલવામાં આવશે. 

પ્યૉર વેજ ફ્લીટ

ફૂડ-ડિલિવરી કરતી ઝોમૅટોએ શાકાહારી ભોજન ઑર્ડર કરનારા ગ્રાહકો માટે ગ્રીન રંગના ડ્રેસ- કોડ સાથેની પ્યૉર વેજ ફ્લીટ શરૂ કરવાની જાહેરાત કરી હતી, પણ આ જાહેરાતના ૨૪ કલાકમાં જ સોશ્યલ મીડિયા પર એની જોરદાર ટીકા થતાં કંપનીએ ડ્રેસ-કોડ બદલવાનો આઇડિયા પડતો મૂકી દીધો છે. એમ છતાં તેઓ શાકાહારી ફૂડ ડિલિવર કરનારા રાઇડરોને અલગ રાખવાની યોજના ચાલુ રાખવાની છે. માત્ર ઑનગ્રાઉન્ડ ડ્રેસ-કોડ દ્વારા આવો ભેદ રાખવામાં નહીં આવે. 

ડ્રેસ-કોડ બાબતે થયેલા વિવાદમાં કંપનીના સંસ્થાપક અને સીઈઓ દીપિન્દર ગોયલે સ્પષ્ટ કર્યું હતું કે અમે શાકાહારીઓ માટે નવી અલગ સર્વિસ ચાલુ રાખીશું, પણ એવા ફૂડની ડિલિવરી કરવા આવનારા ગ્રીનના બદલે હાલના જ રેડ કલરના ડ્રેસનો ઉપયોગ કરશે. જે લોકો શાકાહારી ફૂડની ડિલિવરી કરતા હશે તેમને જ શાકાહારી ફૂડની ડિલિવરી માટે મોકલવામાં આવશે. 
ડિલિવરી કરનારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કંપનીએ આ નિર્ણય કર્યો છે. કંપનીએ જણાવ્યું છે કે અમને એહસાસ થઈ ગયો છે કે અમારા રાઇડર્સની સુરક્ષા જોખમાઈ શકે છે.

offbeat videos offbeat news zomato social media