Zomato Chat Viral: રાત્રે ડિલીવરી કરવા આવેલા બૉયનો મજાક બનાવવા માંગતી હતી મહિલા, પણ પોતે જ...

06 February, 2024 02:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Zomato Chat Viral: સોશિયલ મીડિયામાં એક યુઝરે ડિલિવરી પાર્ટનરના મેસેજનો સ્ક્રીનશોટ શૅર કર્યો હતો. આ ડિલિવરી માણસે મોડી રાત્રે તેનો ઓર્ડર ડિલિવરી કર્યો હતો

ઝોમેટો બૉયની ફાઇલ તસવીર

Zomato Chat Viral: સોશિયલ મીડિયામાં અવારનવાર એવા ન્યૂઝ વાયરલ થતાં હોય છે જેને કારણે જે તે બાબત કે વ્યક્તિ ટ્રોલ થાય છે. તાજેતરમાં જ એક એક્સ વપરાશકર્તાએ ઝોમેટો ડિલિવરી એજન્ટે તેને કરેલી વિનંતીની વિગતો શૅર કરી હતી. આ જ પોસ્ટને કારણે હવે તે ખૂબ જ ટ્રોલ થઈ રહ્યો છે. 

હ, એ વાત સત્ય છે કે ડિલિવરી પાર્ટનર્સ સખત મહેનત કર્તા હોય છે પણ ઘણીવાર તે લોકો તરફ ધ્યાન આપવામાં આવતું હોતું નથી. ગમે તેવી પરિસ્થિતિ હોય ડિલિવરી કરનાર તેના ગ્રાહકને ભોજન પહોંચાડે છે. 

કઈ પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે?

તમને જણાવી દઈએ કે ઝોમેટો ડિલિવરી એજન્ટ સાથે સંકળાયેલી એક એક્સ પોસ્ટ (Zomato Chat Viral) વાયરલ થઈ છે કારણ કે ઈન્ટરનેટએ એજન્ટની એક વિનંતીની મજાક કરવા બદલ એક મહિલાની નિંદા છે.

સોશિયલ મીડિયામાં એક યુઝરે ડિલિવરી પાર્ટનરના મેસેજનો સ્ક્રીનશોટ શૅર (Zomato Chat Viral) કર્યો હતો. આ ડિલિવરી માણસે મોડી રાત્રે તેનો ઓર્ડર ડિલિવરી કર્યો હતો. આ સાથે જ મેસેજમાં એવું લખવામાં આવ્યું હતું કે, "પ્લીઝ ડિલિવરી પછીની ટિપ આપો," આ ટીપ એટલા માટે માંગવામાં આવી હતી કારણકે ખૂબ મોડી રાતના સમયે ખોરાક ડિલીવર કરવામાં આવ્યો હતો.

જ્યારે વપરાશકર્તાએ આ સ્ક્રીનશૉટને કૅપ્શન સાથે ઑનલાઈન માધ્યમમાં પોસ્ટ કર્યો હતો ત્યારે આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ ગઈ.

અનેક લોકોએ આ પોસ્ટ પર આપી જુદીજુદી પ્રતિક્રિયા 

ઘણા લોકોએ ડિલિવરી પાર્ટનરની સંમતિ વિના સ્ક્રીનશૉટ શૅર (Zomato Chat Viral) કરવા બદલ વપરાશકર્તાની ટીકા પણ કરી હતી. તો કોઈએ આ બાબતને શરમજનક અને ખરાબ કૃત્ય ગણાવ્યું હતું. જોકે, આ મહિલાએ તો માત્ર મજકની દ્રષ્ટિએ જ આ પોસ્ટ મૂકી હતી, પણ એને પણ ખ્યાલ નહીં હોય કે તેણે પોતે જ ઇન્ટરનેટની ટીકાનો ભોગ બનવું પડશે. 

એક યુઝરે તો એવી ટિપ્પણી કરી કે, “માફ કરશો, પરંતુ આવા શરમજનક કૃત્ય, સ્ક્રીનશૉટ્સ (Zomato Chat Viral) લેવા અને તેને સંમતિ વિના શૅર ન્ કરવા જોઈએ” તો આ જ પોસ્ટ પર બીજાએ ટીકા કરી કે,  “તમારે આવું ન કરવું જોઈએ. જાણે કે એ વ્યક્તિએ મોડી રાતે ડિલિવરી માટે ટિપ માંગીને ગુનો કર્યો હોય,” જ્યારે ત્રીજાએ કટાક્ષ કકરતાં જણાવ્યું કે, “તમે એ વ્યક્તિને ટિપ આપી જ શક્યા હોત. બીજી સૌથી સારી બાબત એ હોત કે આ પોસ્ટ તમે વાયરલ ન્ કરત. માત્ર ઘણી બધી લાઈક્સ મેળવવા તમે આ ખોટું કર્યું”

આમ એક પછી એક ટીકાઓ વધવા લાગી. ત્યારે મૂળ પોસ્ટર કરનારે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, “હકીકતમાં, ડિલિવરી એક્ઝિક્યુટિવને મેં ટીપ આપી હતી અને તેની સાથે થોડો હલવો પણ શેર કર્યો હતો. આ તો ખાલી હું અનુભવ શૅર કરતી હતી"

offbeat news zomato national news