હેલિકૉપ્ટરમાંથી બ્લાસ્ટ કરીને લમ્બોર્ગિની ઉડાવી દેવાના સ્ટન્ટે યુટ્યુબરને જેલમાં પહોંચાડી દીધો

10 June, 2024 01:20 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ઍલેક્સે લૉસ ઍન્જલસથી ૯૭ કિલોમીટર દૂર અંતરિયાળ વિસ્તારમાં આ વિડિયો શૂટ કર્યો હતો.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

યુટ્યુબ પર ફૉલોઅર્સને મોજ કરાવવાના ચક્કરમાં ઘણા લોકો ન કરવાનું કરી બેસતા હોય છે. અમેરિકામાં લાખો ફૉલોઅર્સ ધરાવતા એક યુટ્યુબરે વધુ વ્યુઝ મેળવવાના ચક્કરમાં ઊડતા હેલિકૉપ્ટરમાંથી બ્લાસ્ટ કરીને લમ્બોર્ગિની કાર ઉડાવી દીધી હતી. ઍલેક્સ ચૉ નામના ૨૪ વર્ષના આ યુટ્યુબરના આ વિડિયોને હજારો લાઇક્સ મળ્યા હતા. જોકે પરમિશન લીધા વિના વિસ્ફોટકોનો ઉપયોગ કરવા બદલ અમેરિકાની કોર્ટે ઍલેક્સને ૧૦ વર્ષની જેલની સજા ફટકારી છે. ઍલેક્સે લૉસ ઍન્જલસથી ૯૭ કિલોમીટર દૂર અંતરિયાળ વિસ્તારમાં આ વિડિયો શૂટ કર્યો હતો. તેણે આ પહેલાં પણ આવા કંઈક કાર સ્ટન્ટ કર્યા હતા, પણ આ કારનામાએ પહેલી વાર તેને જેલમાં પહોંચાડી દીધો છે.

offbeat news offbeat videos youtube