મધ્ય પ્રદેશના ગામમાં યુવાનોએ દોઢ લાખનો ફાળો ઉઘરાવીને ૭૦ સ્ટ્રીટલાઇટ મુકાવી

21 May, 2024 09:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૬ મહિના પહેલાં જે ગામમાં સાંજ પડ્યે અંધારપટ છવાઈ જતો હતો એ હવે રોશનીમાં ઝગમગી રહ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

આજકાલના યુવાનોને સમાજની ચિંતા નથી એવું મહેણું મારનારાઓને મધ્ય પ્રદેશના એક ગામના યુવાનોએ મજબૂત જવાબ આપ્યો છે. દમોહ જિલ્લાના બસિયા નામના ગામમાં સ્ટ્રીટલાઇટ ન હોવાથી અંધારું થાય એ પછી મહિલાઓ માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જતું હતું. આ સમસ્યાના ઉકેલ માટે સરકાર પર નિર્ભર રહેવાને બદલે ગામના યુવાન સરપંચે ગામના યુવાનો સાથે મળીને દોઢ લાખ રૂપિયાનો ફાળો ઉઘરાવ્યો હતો. એ ફાળામાંથી ગામમાં ૭૦ સ્ટ્રીટલાઇટ બેસાડવામાં આવી છે. ૬ મહિના પહેલાં જે ગામમાં સાંજ પડ્યે અંધારપટ છવાઈ જતો હતો એ હવે રોશનીમાં ઝગમગી રહ્યું છે. બલવાન સિંહ નામના ૩૨ વર્ષના સરપંચે બીમાર લોકોને હૉસ્પિટલ લઈ જવા માટે ગામમાં વાહનની સુવિધા પણ શરૂ કરાવી છે.

offbeat videos offbeat news social media