રિમોટ કન્ટ્રોલ કરતાં પણ નાનો ડૉગ

11 April, 2023 11:36 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

બે વર્ષની પર્લનો જન્મ ૨૦૨૦ની પહેલી સપ્ટેમ્બરે થયો હતો

પર્લ નામની ફીમેલ ડૉગી

પર્લ નામની ફીમેલ ડૉગી ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સ મુજબ સૌથી નાની છે. એની ઊંચાઈ ૯.૧૪ સેન્ટિમીટર તેમ જ લંબાઈ ૧૨.૭ સેન્ટિમીટર છે અને એનું વજન ૫૫૩ ગ્રામ છે. પર્લ અગાઉ સૌથી નાના કદનો રેકૉર્ડ ધરાવતી મિલી નામની ડૉગીની બહેનનું સંતાન છે. બે વર્ષની પર્લનો જન્મ ૨૦૨૦ની પહેલી સપ્ટેમ્બરે થયો હતો. અગાઉ સૌથી નાના કદની ડૉગી મિલીનો જન્મ ૨૦૧૧માં થયો હતો અને એ ૯.૬૫ સેન્ટિમીટર ઊંચાઈ ધરાવતી હતી. ૨૦૨૦માં એ મરી ગઈ હતી. પર્લનો સ્વભાવ ઘણો શાંત છે. એની મમ્મીને બીજાં પણ બચ્ચાં છે, પરંતુ પર્લ સૌથી નાની છે. 

offbeat news international news guinness book of world records washington