૧૬૫૦ વર્ષ જૂનો દારૂ પિવાય ખરો?

01 May, 2023 11:30 AM IST  |  Speyer | Gujarati Mid-day Correspondent

૧૬ જેટલી વાઇનની બૉટલો જર્મનીના એક રોમન પુરુષ અને મહિલાની કબરના ખોદકામ દરમ્યાન ૧૮૬૭માં સ્પીયર શહેરમાંથી મળી આવી હતી

કબરના ખોદકામ દરમ્યાન ૧૮૬૭માં સ્પીયર શહેરમાંથી મળી આવી હતી

કોરોના વખતે મુંબઈમાં લિકર શૉપ બંધ કરી દેવામાં આવી હતી ત્યારે દારૂ પીનારાઓની હાલત કફોડી થઈ હતી. કબાટના કોઈક ખૂણામાં સંતાડી રાખેલી બૉટલો પણ સારી લાગતી હતી. એવી કહેવત છે કે દારૂ જેટલો જૂનો એટલો સારો પરંતુ ૧૬૫૦ વર્ષ જૂનો દારૂ મળે તો એ પિવાય ખરો? કારણ કે એમાંથી કંઈક વિચિત્ર પ્રકારની ગંધ આવતી હતી. એક ચોથી સદીમાં અંદાજે ઈસવીસન ૩૨૫થી ૩૫૯ વર્ષ દરમ્યાન તૈયાર કરવામાં આવેલી ૧૬ જેટલી વાઇનની બૉટલો જર્મનીના એક રોમન પુરુષ અને મહિલાની કબરના ખોદકામ દરમ્યાન ૧૮૬૭માં સ્પીયર શહેરમાંથી મળી આવી હતી. એ એક કાચની બૉટલ હતી. એ સમયે લોકો વાઇન વધુ સમય રહે એ માટે એમાં ઑલિવ ઑઇલ પણ નાખતા હતા. આ બૉટલ એક મ્યુઝિયમમાં ૧૦૦ વર્ષથી રાખવામાં આવી છે. નિષ્ણાતો વિચારી રહ્યા છે એનો સ્વાદ કેવો હશે. જોકે હવે આટલો સમય થઈ ગયો હોવાથી વાઇનનો કોઈ ગુણ રહ્યો નહીં હોય પરંતુ પીવાને કારણે કોઈ વ્યક્તિ મરી જાય એટલો ખતરનાક નહીં હોય.

offbeat news international news germany