વિશ્વના સૌથી વૃદ્ધ ડૉગીનો ૩૧મો જન્મદિવસ ઊજવાશે

13 May, 2023 01:04 PM IST  |  Lisbon | Gujarati Mid-day Correspondent

બૉબીનો જન્મ ૧૯૯૨ની ૧૧ મેએ થયો હતો

સૌથી વૃદ્ધ ડૉગી બૉબી

વિશ્વના તમામ ડૉગીઓમાં સૌથી લાંબું જીવનારો અને સૌથી વૃદ્ધ ડૉગી બૉબી ગુરુવારે ૩૧ વર્ષનો થયો હતો. બૉબીનો જન્મ ૧૯૯૨ની ૧૧ મેએ થયો હતો. બૉબીએ પોતાનું આખું જીવન જ્યાં વિતાવ્યું એ પોર્ટુગીઝના કૉન્ક્વિરોસના ગામના તેના ઘરે આજે એના જન્મદિનની ઉજવણી માટે મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે.

બૉબીના માલિક લિયોનેલ કૉસ્ટાએ જણાવ્યું કે આ એક પરંપરાગત પોર્ટુગીઝ પાર્ટી હશે, જેમાં સ્થાનિક મહેનાનોને માંસ અને માછલી પીરસવામાં આવશે, જ્યારે બૉબી માટે આપણે ખાઈએ એવું ભોજન પીરસવામાં આવશે. જન્મદિનની ઉજવણીમાં નાચગાન માટે ડાન્સ ટ્રુપ પણ બોલાવવામાં આવી છે અને આવા એક ડાન્સમાં બૉબીએ પણ ભાગ લીધો છે. પાર્ટીમાં લગભગ ૧૦૦ કરતાં વધુ મહેમાનો હશે, જેમાંથી કેટલાક તો ખાસ આ પાર્ટી માટે વિદેશથી આવશે. ફેબ્રુઆરીમાં બૉબીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ‍્સથી નવાજવામાં આવ્યા બાદથી એનું જીવન અતિવ્યસ્ત રહ્યું હતું. 
બૉબી સાથે ફોટો પડાવવા સમગ્ર વિશ્વમાંથી અસંખ્ય લોકો અને પત્રકારો આવ્યા હતા. લિયોનેલ કૉસ્ટાએ કહ્યું કે બૉબી સાથે ફોટો પડાવવા લોકો યુરોપ, યુએસએ અને જપાનથી આવતા હતા. 

offbeat news international news portugal