આ એક કિલો ચોખાની કિંમત ૧૫,૦૦૦ રૂપિયા કેમ છે?

20 September, 2024 03:47 PM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

જપાનમાં કિનમેમાઇ રાઇસ નામના ચોખા મળે છે જે બાસમતી કરતાં મોંઘા છે.આ ચોખા ૧૫,૦૦૦ રૂપિયે કિલો વેચાય છે.

કિનમેમાઇ રાઇસ

બાસમતી ચોખા સૌથી મોંઘા હોય છે, પણ જપાનમાં કિનમેમાઇ રાઇસ નામના ચોખા મળે છે જે બાસમતી કરતાં મોંઘા છે. આ ચોખા ૧૫,૦૦૦ રૂપિયે કિલો વેચાય છે. ત્રણથી પાંચ મહિનામાં જ આ ચોખાનો પાક તૈયાર થઈ જાય છે. મિનામિઉઓનુમાના કોશીહિકારી વિસ્તારમાં આ ચોખા થાય છે અને એની વિશિષ્ટ ખેતીપ્રક્રિયા અને સ્વાદને કારણે કિનમેમાઇ ચોખા વિશ્વમાં સૌથી મોંઘા ભાવે વેચાય છે. આ ચોખા ખાઈએ ત્યારે અખરોટ અને માખણનો સ્વાદ આવે છે. બ્રાઉન રાઇસ સ્વાદ અને પોષણ બન્નેમાં સૌથી શ્રેષ્ઠ હોવાનું કહેવાય છે. કિનમેમાઇ ચોખા રાંધતાં પહેલાં ધોવાની જરૂર નથી હોતી અને પાણી પણ ઓછું જોઈએ. એમાં ૩૦ ટકા ઓછી કૅલરી અને ૩૨ ટકા ઓછી શર્કરા હોય છે એટલે કૅલરી અને શુગર પર નિયંત્રણ રાખવા ઇચ્છતા લોકો માટે આ ચોખા ઉપયોગી છે. આટલા મોંઘા હોવા છતાં જપાન ઉપરાંત એથિયાના વિવિધ દેશો અને અમેરિકા, યુરોપમાં પણ લોકો આ ચોખા મગાવે છે.

japan offbeat news international news social media social networking site united states of america