18 September, 2023 09:40 AM IST | Pennsylvania | Gujarati Mid-day Correspondent
વિશ્વનું સૌથી વિશાળ બાઉન્સ-હાઉસ
બાઉન્સ-હાઉસમાં જઈને કૂદાકૂદ કરવાનું બાળકોને બહુ ગમે છે. જોકે હાલમાં અમેરિકામાં વિશ્વનું સૌથી વિશાળ ૨૦,૦૦૦ ચોરસફુટનું બાઉન્સ-હાઉસ વિવિધ શહેરોમાં જઈ રહ્યું છે. ‘ધ બિગ બાઉન્સ અમેરિકા’ નામના આ બાઉન્સ-હાઉસમાં અલગ-અલગ રૂમ, સ્લાઇડ અને ક્લાઇમ્બિંગ ટાવર્સ પણ છે. વળી એમાં તમામ ઉંમરના લોકો કૂદાકૂદ કરી શકે છે તથા એનો ટાઇમ-સ્લૉટ બુક કરી શકે છે. બિગ બાઉન્સ અમેરિકાના ડૅનિયલ મૅકફર્સે કહ્યું કે બાઉન્સ-હાઉસ કિલ્લા જેવું છે, જેમાં એક અલગ દુનિયા છે. કુલ ૩૨ ફુટ ઊંચા બિગ બાઉન્સ હાલ ફિલાડેલ્ફિયાના નેવલ યાર્ડમાં છે. ૩થી ૬ વર્ષનાં બાળકોનો ખર્ચ ૨૨ ડૉલર (અંદાજે ૧૮૦૦ રૂપિયા), તો ૭થી ૧૫ વર્ષનાં બાળકોની ટિકિટનો ખર્ચ ૩૮ ડૉલર (અંદાજે ૩૨૦૦ રૂપિયા) તથા પુખ્ત વયના લોકો માટે ૪૫ ડૉલર (અંદાજે ૩૭૦૦ રૂપિયા) છે.