28 September, 2024 03:17 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અત્યારે વિશ્વમાં કોઈ પણ ક્ષેત્ર એવું નથી જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની હાજરી ન હોય. AI કવિતા પણ લખી નાખે છે તો ૪૦-૫૦ વર્ષ પછીનું જગત કેવું હશે એ તસવીરો પણ પાડી આપે છે. આવું તો કેટલુંબધું કરી શકે છે AI અને હવે દરદીઓની સારવાર પણ કરશે. ચીનના પાટનગર બીજિંગમાં વિશ્વની પ્રથમ AI હૉસ્પિટલ બની છે. અહીં રોબો દરદીઓને સાજા કરશે.
શિંજુઆ યુનિવર્સિટીના સંશોધકોએ તૈયાર કરેલી હૉસ્પિટલનું નામ એજન્ટ હૉસ્પિટલ રાખ્યું છે. અહીં ૧૪ AI ડૉક્ટર અને ૪ નર્સ છે. આ તબીબો રોજ ૩૦૦૦ દરદીની વર્ચ્યુઅલ સારવાર કરી શકે છે. ડૉ. રોબો બીમારીનું નિદાન, એની સારવાર માટેની યોજના ઘડવી અને નર્સને દરદીઓને રોજેરોજની દેખરેખ માટે તૈયાર કરે છે.
સંશોધકો કહે છે કે આ AI ડૉક્ટરો વિશ્વમાં કોઈ પણ પ્રકારની મહામારી ફેલાવવા અને એની સારવાર વિશે માહિતી પણ આપશે. એજન્ટ હૉસ્પિટલે અમેરિકન મેડિકલ લાઇસન્સિંગના સવાલના ૯૩.૬ ટકા સાચા જવાબ આપ્યા છે.