ઑર્કેસ્ટ્રાના કાર્યક્રમ દરમ્યાન યુવતીએ અનુભવી પરાકાષ્ઠા

04 May, 2023 01:21 PM IST  |  Los Angeles | Gujarati Mid-day Correspondent

આવી પ્રવૃત્તિઓ રોકવા માટે કેટલાંક થિયેટરોમાં નાઇટ વિઝન કૅમેરા પણ લગાડવામાં આવતા હોય છે.

ઑર્કેસ્ટ્રાના કાર્યક્રમ દરમ્યાન યુવતીએ અનુભવી પરાકાષ્ઠા

ફિલ્મ કે નાટકના શો દરમ્યાન ઘણી વખત પ્રેમી પંખીડાઓ અંધારાનો લાભ લઈ પ્રેમચેષ્ટાઓ કરતા હોય છે. આવી પ્રવૃત્તિઓ રોકવા માટે કેટલાંક થિયેટરોમાં નાઇટ વિઝન કૅમેરા પણ લગાડવામાં આવતા હોય છે. શુક્રવારે અમેરિકાના લૉસ ઍન્જલસમાં એક ઑર્કેસ્ટ્રાના કાર્યક્રમ દરમ્યાન એક યુવતીએ પરાકાષ્ઠા દરમ્યાન એટલા મોટેથી બૂમો પાડી હતી કે બધાનું ધ્યાન એ તરફ ખેંચાયુ હતું. વૉલ્ટ ડિઝની કૉન્સર્ટ હોલની ભરચક ભીડમાં બાલ્કનીમાં અચાનક ચીસો સંભળાઈ હતી. પ્રેક્ષકોનું ધ્યાન એ તરફ જતાં એક યુવતી પોતાના પાર્ટનર સાથે જાતને સંભાળવાનો પ્રયાસ કરતી હતી. યુવતી જ્યારે પરાકાષ્ઠા પર પહોંચી હતી ત્યારનો તેનો અવાજ પણ રેકૉર્ડ થઈ ગયો છે તેમ જ એ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. ત્યાં પ્રેક્ષકોની વચ્ચે હાજર એક સંગીતકારે પણ આ વાતને અનુમોદન આપતાં લખ્યું હતું કે અચાનક એક યુવતીનો અવાજ સંભળાયો. જોકે બૅન્ડે પોતાના કાર્યક્રમ યથાવત્ રાખ્યો હતો. પરંતુ અન્ય એક દર્શકે લખ્યું હતું કે યુવતીની ચીસો સાંભળીને થોડોક સમય બાદ ઑર્કેસ્ટ્રા બંધ થઈ ગયું હતું. જોકે ત્યાર બાદ ફરી પાછું ચાલુ પણ કરવામાં આવ્યું હતું. કેટલાકને આ બન્ને અવાજો જાણે એકબીજા સાથે ઓતપ્રોત થતા હોય એવું પણ લાગ્યું હતું. જોકે ત્યાં હાજર અન્ય એક યુઝરે જણાવ્યું હતું કે ત્યાં આ પ્રકારની કોઈ ઘટના થઈ નહોતી. મહિલાને ખરેખર કોઈ સમસ્યા હતી.

offbeat news international news los angeles orgasm