26 October, 2024 03:29 PM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
હૈદરાબાદના એક થિયેટરમાં પ્રેક્ષકો તેલુગુ ફિલ્મ ‘લવ રેડ્ડી’ જોઈ રહ્યા હતા. શો ચાલુ હતો ત્યારે પ્રેક્ષકોને સરપ્રાઇઝ આપવા માટે કલાકારોની ટીમ થિયેટરમાં પહોંચી. લોકો રીલના કલાકારોને રિયલમાં જોઈને રાજી-રાજી થઈ ગયા. કલાકારો પણ ફિલ્મને પસંદ કરવા અને જોવા માટે લોકોનો આભાર માનતા હતા. ત્યારે જ ફિલ્મ જોવા આવેલી એક મહિલાએ અભિનેતા એન. ટી. રામાસ્વામીને એક જોરદાર થપ્પડ મારી દીધી હતી કારણ કે ફિલ્મમાં રામાસ્વામી વિલન છે અને હીરો-હિરોઇન અંજન રામચંદ્ર અને શ્રાવણી કૃષ્ણવેનીને વારંવાર હેરાન કર્યા કરે છે. અચાનકના હુમલાથી રામાસ્વામીને આઘાત લાગ્યો અને સાથી કલાકારો તથા ગાર્ડ તેમને બચાવવા દોડ્યા. એ મહિલા અભિનેતાને ધક્કા મારવા લાગી અને કૉલર પણ પકડી લીધો અને ગુસ્સામાં પૂછ્યું કે તે ફિલ્મમાં હીરો-હિરોઇનને શા માટે હેરાન કરે છે. આ વિડિયો સોશ્યલ મીડિયામાં ઘણો વાઇરલ થયો છે અને લોકો જાતજાતના પ્રતિભાવો આપી રહ્યા છે.