11 May, 2023 01:09 PM IST | London | Gujarati Mid-day Correspondent
જેસિકા કાલ્ડવેલ
૨૯ વર્ષની જેસિકા કાલ્ડવેલને અચાનક એક દિવસ ખબર પડી કે તેનામાં દિવ્ય શક્તિ છે ત્યારે તેણે પોતાની બ્યુટિશ્યન તરીકેની નોકરી છોડી દીધી. હવે તે એક તાંત્રિક તરીકે મહિને ૭૦૦૦ પાઉન્ડ, અંદાજે ૭.૨૪ લાખ રૂપિયા કમાય છે. તે લોકોનું ટૅરો કાર્ડ વાંચે અને એમના રક્ષણ માટે કાળો જાદુ પણ કરે છે. જેસિકાએ કહ્યું કે એક દિવસ તે જ્યારે ઇન્સટાગ્રામ પર સ્ક્રૉલ કરતી હતી ત્યારે તેને આવું કામ કરવાની ઇચ્છા થઈ હતી. અન્ય લોકોનાં ટૅરો કાર્ડ તો એ વાંચી શકતી જ હતી પછી એણે મેલી વિદ્યા વિશે ઑનલાઇન પુસ્તકો ખરીદ્યાં. જેસિકાએ કહ્યું હતું કે ‘મને હંમેશાં લાગતું કે હું ડાકણ છું પણ મારી પાસે ત્યારે મારી શક્તિનો ઉપયોગ કરવા માટેનાં સાધનો નહોતાં. ૨૦૧૯માં હું એક ફેસબુક જૂથમાં જોડાઈ હતી, જેને કારણે મને આ ગૂઢ વિદ્યામાં રસ જાગ્યો હતો. શરૂઆતમાં મારા આ કામ વિશે હું શંકાસ્પદ હતી. પણ મે મારા સલૂનનું કામ બંધ કર્યું અને ટૅરો કાર્ડ અને ક્રિસ્ટલ પર સંશોધન કરવાનું ચાલુ કર્યું.’
હાલ ઇન્સ્ટાગ્રામ પર એના ૧૬,૦૦૦ ફૉલોઅર્સ છે. તે સેલિબ્રિટી, મૉડલ અને અન્યોનાં ટૅરો કાર્ડ વાંચે છે; જેના કારણે મહિને ૭ હજાર પાઉન્ડ, અંદાજે ૭.૨૪ લાખ રૂપિયા કમાય છે. એ પોતાના જાદુની મદદથી છૂટા પડેલા પ્રેમીઓને ફરીથી સાથે લાવે છે.