15 May, 2024 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
લગ્નની પહેલી ઍનિવર્સરી કપલ માટે સ્પેશ્યલ હોય છે, પણ રાજસ્થાનમાં પરિણીતાએ પતિને એવી સરપ્રાઇઝ આપી કે તે શૉક થઈ ગયો હતો. જયપુરમાં રહેતા યુવકે એક વર્ષ પહેલાં પ્રતાપગઢની યુવતી સાથે લગ્ન કર્યાં હતાં. જોકે લગ્નના બીજા જ દિવસે યુવતીએ ડિવૉર્સની વાત કરતાં યુવકે એક વર્ષ રાહ જોવાનું કહ્યું હતું. લગ્નને એક વર્ષ પૂરું થતાં યુવક તો આ વાત ભૂલી ગયો હતો, પણ યુવતી ડિવૉર્સ માટે તૈયાર જ બેઠી હતી. પત્નીએ આ માટે એવું કારણ આપ્યું કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષામાં ડિવૉર્સ ક્વૉટાનો લાભ મળે એ માટે મેં લગ્ન કર્યાં હતાં. પતિએ છૂટાછેડાની ચોખ્ખી ના પાડી તો પત્નીએ ખોટો કેસ દાખલ કરવાની ધમકી અપીલ હતી. ત્યાર બાદ કંટાળેલા પતિએ પોલીસમાં ફરિયાદ કરવી પડી હતી.