29 March, 2024 11:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિશેલ નામની યુવતી
કોઈને દારૂ કે સિગારેટનું વ્યસન હોય, પણ ખરેખર લોહી પીવાની આદત હોય એ જાણીને રૂંવાડાં ઊભાં ન થઈ જાય? આ કોઈ થ્રિલર વેબ સિરીઝનો પ્લૉટ નથી, પણ કૅલિફૉર્નિયામાં એક યુવતી ખરેખર ઍનિમલ બ્લડને વાઇનની જેમ ગટગટાવી જાય છે. મિશેલ નામની યુવતીનું કહેવું છે કે મને દરરોજ એક લીટર લોહી પીવા જોઈએ. ૨૦૧૩થી અત્યાર સુધીમાં તે ૩૮૦૦ લીટર લોહી પી ગઈ છે. તે ચોક્કસ પ્રાણીઓનું લોહી પીએ છે અને ક્યારેક સીધું, ક્યારેક ભોજનમાં તો ક્યારેક કૉફી સાથે મિક્સ કરીને પીએ છે. તેને માણસોનું લોહી પીવું બહુ જ ગમે છે, પણ દર વખતે એ સંભવ નથી હોતું. મહિલાએ કહ્યું કે ‘હું ટીનેજર હતી ત્યારે મેન્ટલ હેલ્થ ઇશ્યુને કારણે મને આની લત લાગી ગઈ હતી. હું વેમ્પાયર નથી, પણ માત્ર એવી વ્યક્તિ છું જેને લોહી પીવાનું ગમે છે. જો લોહી ન મળે તો મને ગુસ્સો આવી જાય છે!’