ચાલતી બાઇકે લૅપટૉપ પર કામ કરતી યુવતી પર નેટિઝન્સ ભડક્યા

21 October, 2023 08:10 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

આ ​વિડિયોએ સોશ્યલ મીડિયા પર આકર્ષણ જમાવ્યું છ

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

બૅન્ગલોર એના ટ્રાફિક અને એને કારણે થતી ધમાલ માટે જાણીતું છે એ સા​બિત કરતો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. એમાં એક યુવતી બાઇકની પાછળ બેસીને લૅપટૉપ પર કામ કરતી જોવા મળે છે, જ્યારે તેની બાઇક સાંકડા રસ્તા પરથી પસાર થઈ રહી છે. આ ​વિડિયોએ સોશ્યલ મીડિયા પર આકર્ષણ જમાવ્યું છે. આ વિડિયો રેડિટ પર પણ શૅર કરવામાં આવ્યો છે જેમાં છોકરી બાઇકની પાછળ બેસીને કામ કરી રહી છે. દેખીતી રીતે તે ઑફિસ જઈ રહી છે. એમાં ટેક્સ્ટ છે કે ‘ઓન્લી ઇન બૅન્ગલોર.’ ઇન્ટરનેટ પર ઝડપથી પ્રતિક્રિયા આવી રહી છે. ઘણા રેડિટરે આને પિક બૅન્ગલોર મોમેન્ટ ગણાવી હતી, તો ઘણાએ સલામતી માટે પણ ​વિચારણા કરવા જણાવ્યું હતું. એકે લખ્યું આ મગજ વગરનું છે. શું તેઓ આત્મહત્યા કરી રહ્યા છે? કારણ કે આ તેમના મૃત્યુનું કારણ બની શકે છે. બીજા એકે લખ્યું કે જ્યારે ડેટ પર જવું હોય અને કામ પણ જરૂ​રી હોય. વધુ એક યુઝરે લખ્યું, ટિપિકલ ડે ઇન બૅન્ગલોર.

bengaluru viral videos offbeat news national news