midday

પત્નીએ રસ્તા વચ્ચે રીલ બનાવવા ટ્રૅફિક જૅમ કરી દેતાં તેનો કૉન્સ્ટેબલ પતિ સસ્પેન્ડ થયો

02 April, 2025 02:58 PM IST  |  Chandigarh | Gujarati Mid-day Correspondent

ચંડીગઢમાં રસ્તા વચ્ચે પીળો ડ્રેસ પહેરીને ડાન્સ કરતી એક મહિલાએ વિડિયો બનાવવા માટે ટ્રૅફિક જૅમ કરી દીધો હતો. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર જબરો વાઇરલ થયો હતો.
ડાન્સ કરતી એક મહિલાએ વિડિયો બનાવવા માટે ટ્રૅફિક જૅમ કરી દીધો

ડાન્સ કરતી એક મહિલાએ વિડિયો બનાવવા માટે ટ્રૅફિક જૅમ કરી દીધો

ચંડીગઢમાં રસ્તા વચ્ચે પીળો ડ્રેસ પહેરીને ડાન્સ કરતી એક મહિલાએ વિડિયો બનાવવા માટે ટ્રૅફિક જૅમ કરી દીધો હતો. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર જબરો વાઇરલ થયો હતો. વાત એમ છે કે પોલીસ-કૉન્સ્ટેબલ અજય કુંડુની પત્ની જ્યોતિએ ૨૦ માર્ચે ચંડીગઢના સેક્ટર ૩૨માં એક મ‌ંદિરમાં દર્શન કરીને આવ્યા પછી તેની ભાભી પૂજાની મદદથી એક રીલ ફિલ્માવી હતી. એ ક્લિપમાં તે ક્રૉસ રોડ પાસે હરિયાણવી ગીત પર નાચતી હતી અને એને કારણે વાહનોને અટકાવી દેવામાં આવતાં ટ્રૅફિક જૅમ થઈ ગયો હતો. આ ઘટના પછી હેડ કૉન્સ્ટેબલ જસબીર સિંહે આ મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. તેમની આ વર્તણૂકને કારણે ટ્રૅફિકના સંચાલનમાં તકલીફ પડી હતી એટલે જ્યોતિ અને પૂજા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી થઈ. કૉન્સ્ટેબલ જસબીર સિંહે જ્યોતિ અને પૂજાને પોલીસ-સ્ટેશન બોલાવીને પૂછતાછ કરીને ઘરે મોકલી દીધી હતી. જોકે એ પછીની તપાસમાં ખબર પડી કે જ્યોતિનો વાઇરલ વિડિયો પતિ અજય કુંડુએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાંથી શૅર કર્યો હતો. અવ્યવસ્થા ફેલાવતા કાર્યને આગળ ધપાવવા બદલ અજય કુંડુને સસ્પેન્ડ કરવામાં આવ્યો. 

Whatsapp-channel
chandigarh viral videos social media instagram facebook youtube offbeat videos offbeat news