19 January, 2025 02:50 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
કેમિલા
સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલી એક પોસ્ટમાં કેમિલા નામની મહિલા એક વિડિયોમાં કહે છે મેં બે પેઇનફુલ પ્રેગ્નન્સી ધારણ કરી સર્જિકલ ડિલિવરી દ્વારા બે બાળકોને જન્મ આપ્યો છે અને બાળકોને હું જાળવું છું એ માટે મારો પતિ મને વુમન ટૅક્સ આપે છે. વર્ષે કુલ ૨,૬૩,૮૦૬ રૂપિયા વુમન ટૅક્સ મેળવતી કેમિલા જણાવે છે કે આ આઇડિયા મારા પતિનો જ છે. આ રૂપિયા તે મે બે ઇન્સ્ટૉલમેન્ટમાં આપે છે. જેમાંથી મારા મૅનિક્યૉર, પેડિક્યૉર, બ્યુટી પાર્લરની ટ્રીટમેન્ટ્સ અને બીજા પર્સનલ ખર્ચા નીકળે છે અને મને ખુશી મળે છે. હજારો લોકોએ આ વિડિયો જોઈને પ્રતિક્રિયા આપી છે. કોઈકે મજાકમાં કહ્યું છે કે તારી વાતો માનવા માટે તારા પતિને મૅન ટૅક્સ મળવો જોઈએ. બીજા કોઈકે લખ્યું છે કે દરેક પતિએ પોતાનીની કદર કરવા માટે આટલું તો કરવું જોઈએ.