ગણિત અને વાંચવાની સ્કિલ્સમાં આજના ટીનેજરો પાછા પડી રહ્યા છે

07 December, 2023 12:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જર્મની, આઇસલૅન્ડ, નેધરલૅન્ડ્સ, નૉર્વે અને પોલૅન્ડ જેવા દેશોમાં ૧૫ વર્ષની ઉંમરનાં બાળકોમાં ઉત્તરોત્તર ગણિત, વિજ્ઞાન અને વાંચનની ક્ષમતામાં ઘટાડો થયો હોવાનું નોંધાયું છે. 

પ્રતીકાત્મક તસવીર

પૅરિસસ્થિત ઑર્ગેનાઇઝેશન ફૉર ઇકૉનૉમિક કો-ઑપરેશન ઍન્ડ ડેવલપમેન્ટ સંસ્થા દ્વારા થયેલા અભ્યાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તેમણે ૨૦૦૦ની સાલથી અત્યાર સુધીમાં ૧૫ વર્ષની ઉંમરના ટીનેજર્સની રીડિંગ, મૅથ્સ અને સાયન્સની સ્કિલ્સની ટેસ્ટ લીધી હતી. ૮૧ દેશોના ૧૫ વર્ષની આસપાસના સાત લાખથી વધુ સ્ટુડન્ટ્સનો અભ્યાસ કરીને નોંધ્યું હતું કે દર ચારમાંથી એકને વાંચવા, ગણવા અને વિજ્ઞાન સમજવામાં તકલીફ પડે છે. અલબત્ત, આ બધામાં સિંગાપોરના વિદ્યાર્થીઓ દરેક વિષયમાં ટૉપ માર્ક લાવ્યા હતા. જર્મની, આઇસલૅન્ડ, નેધરલૅન્ડ્સ, નૉર્વે અને પોલૅન્ડ જેવા દેશોમાં ૧૫ વર્ષની ઉંમરનાં બાળકોમાં ઉત્તરોત્તર ગણિત, વિજ્ઞાન અને વાંચનની ક્ષમતામાં ઘટાડો થયો હોવાનું નોંધાયું છે. 

offbeat videos offbeat news social media norway international news