MBAના વિદ્યાર્થીઓ બૅગને બદલે સૂટકેસ, બાલદી, છત્રી અને ગાદલામાં બુક્સ લઈને કૉલેજમાં આવ્યા

16 October, 2024 04:12 PM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

સ્કૂલ-કૉલેજમાં બૅગ લઈને આવતા વિદ્યાર્થીઓ સૂટકેસ, પાણીની બૉટલ અને ગાદલાં લઈને આવે તો કેવું લાગે? સ્કૂલ-કૉલેજમાં ફ્રેન્ડશિપ ડે, ચૉકલેટ ડે જેવા જાતજાતના ડે મનાવાતા હોય છે

MBAના વિદ્યાર્થીઓ બૅગને બદલે સૂટકેસ, બાલદી, છત્રી અને ગાદલામાં બુક્સ લઈને કૉલેજમાં આવ્યા

સ્કૂલ-કૉલેજમાં બૅગ લઈને આવતા વિદ્યાર્થીઓ સૂટકેસ, પાણીની બૉટલ અને ગાદલાં લઈને આવે તો કેવું લાગે? સ્કૂલ-કૉલેજમાં ફ્રેન્ડશિપ ડે, ચૉકલેટ ડે જેવા જાતજાતના ડે મનાવાતા હોય છે; પણ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ ટેક્નૉલૉજી-હૈદરાબાદના માસ્ટર ઑફ બિઝનેસ ઍડ્‍મિનિસ્ટ્રેશન (MBA)ના વિદ્યાર્થીઓએ ‘નો બૅગ ડે’ મનાવ્યો હતો. આ દિવસે કોઈક વિદ્યાર્થી ડોલમાં તો કોઈક છત્રીમાં પુસ્તક લઈને કૉલેજ પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓ તકિયો, પડદો, સૂટકેસ, બાલદીમાં નોટ્સ લાવ્યા હતા. એક વિદ્યાર્થી તો હૅન્ગરમાં પુસ્તક લટકાવીને આવ્યો હતો, તો બીજો પોટલું બાંધીને લાવ્યો હતો.

hyderabad news national news social media offbeat news