સચિન અને અંજલિ કેમ આ બેબીનાં ફૅન બની ગયાં?

21 April, 2024 12:04 PM IST  |  Ranchi | Gujarati Mid-day Correspondent

સચિન તેન્ડુલકર શનિવારે પત્ની અંજલિ સાથે રાંચીમાં હતો. બન્નેએ અહીં એક ફૂટબૉલ કોચિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી

સચિન અને અંજલિ કેમ આ બેબીનાં ફૅન બની ગયાં?

સચિન તેન્ડુલકર શનિવારે પત્ની અંજલિ સાથે રાંચીમાં હતો. બન્નેએ અહીં એક ફૂટબૉલ કોચિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ સેન્ટરમાં સ્થાનિક ટ્રાઇબલ છોકરીઓને ફુટબૉલની ટ્રેઇનિંગ અપાય છે. મુલાકાત દરમ્યાન અંજલિ તેન્ડુલકર એક નાનકડી ફુટબૉલ પ્લેયરની રમત જોઈને એટલી તો ખુશ થઈ ગઈ કે તેણે બાળકીને તેડી લીધી હતી. આ ફુટબૉલ ટ્રેઇનિંગ સેન્ટરને સચિન તેન્ડુલકર ફાઉન્ડેશનનો સપોર્ટ મળે છે. આ મુલાકાત વખતે સચિન તેન્ડુલકરે કહ્યું કે ‘ઘણાં માતા-પિતા દીકરીઓને ફુટબૉલ જેવી રમત રમવા દેતાં નથી. હું તેમને વિનંતી કરીશ કે દીકરીઓને રમવા માટે પ્રોત્સાહિત કરો. આ દીકરીઓ જ તેમના ચહેરા પર સ્મિત લાવશે.’

sachin tendulkar cricket news sports sports news