વાઇટ હાઉસના મેનુમાં ફેવરિટ છે પાણીપૂરી, સમોસાં અને ખોયા

15 May, 2024 10:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેલ્લાં કેટલાંક વર્ષોથી અમેરિકામાં પાણીપૂરીની લોકપ્રિયતા વધી છે.

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના વાઇટ હાઉસમાં એશિયન અમેરિકન, નેટિવ હવાઈયન ઍન્ડ પૅસિફિક આઇલૅન્ડર હેરિટેજ મન્થનું સેલિબ્રેશન થયું હતું. પ્રમુખ જો બાઇડને આ કાર્યક્રમમાં ભારતીય અમેરિકનોને પણ આમંત્રિત કર્યા હતા. તેમનું સ્વાગત ‘સારે જહાં સે અચ્છા’ ગીત સાથે કરવામાં આવ્યું હતું. એ દરમ્યાન મહેમાનોએ પાણીપૂરી, સમોસાં અને ખોયા જેવી ભારતીય વાનગીનો સ્વાદ માણ્યો હતો. આ વાનગી ઘણી વાર વાઇટ હાઉસના મેનુમાં હોય છે અને એ ઇન-હાઉસ તૈયાર થાય છે. ભારતીય અમેરિકન સમુદાયના નેતા અજય જૈન ભુટોરિયાએ જણાવ્યું હતું કે આ પાણીપૂરી ટેસ્ટમાં ફિક્કી અને થોડી તીખી હતી, પણ ભારતની યાદ અપાવી ગઈ. છેલ્લાં કેટલાંક વર્ષોથી અમેરિકામાં પાણીપૂરીની લોકપ્રિયતા વધી છે.

offbeat videos offbeat news social media white house