મૉડર્ન સંબંધોમાં નવો ફન્ડા: બહાર જે કરવું હોય એ કરો; બસ ડોન્ટ આસ્ક, ડોન્ટ ટેલ

11 December, 2024 03:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સીમારેખા નક્કી કરીને અને પરસ્પર સહમતી સાધીને DADT સંબંધ રાખવા માગતાં યુગલો આત્મીયતાની વ્યાખ્યા બદલીને હેલ્ધી અને ડ્રામા વગરની રિલેશનશિપ વિકસાવવા ધારતાં હોય છે

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

આધુનિક સંબંધોમાં અવારનવાર નવા કૉન્સેપ્ટ આવતા રહે છે. દાખલા તરીકે આજકાલ રિલેશનશિપમાં ‘ડોન્સ આસ્ક, ડોન્ટ ટેલ’ નામનો કૉન્સેપ્ટ ચલણમાં આવી રહ્યો છે. ટૂંકમાં DADT તરીકે ઓળખાતા આ પ્રકારમાં રિલેશનશિપમાં હોય એવી બે વ્યક્તિઓ પોતપોતાના જીવનની અમુક બાબતો એકમેકથી છાની રાખે છે. સીમારેખા નક્કી કરીને અને પરસ્પર સહમતી સાધીને DADT સંબંધ રાખવા માગતાં યુગલો આત્મીયતાની વ્યાખ્યા બદલીને હેલ્ધી અને ડ્રામા વગરની રિલેશનશિપ વિકસાવવા ધારતાં હોય છે. સંબંધોમાં હવે વધુ ને વધુ લોકો ઇમોશનલ સુખાકારી અને ઇન્ડિવિજ્યુઆલિટીને અગ્રક્રમે રાખતા થયા છે ત્યારે સ્થિતિસ્થાપક અને સુમેળભર્યા સંબંધ માટે DADTને લોકો એક પ્રૅક્ટિકલ સ્ટ્રૅટેજી તરીકે અપનાવતા થયા છે. વ્યક્તિ જ્યારે એકથી વધુ સંબંધો કે સેક્સ્યુઅલ પાર્ટનર ધરાવતી હોય એવા સંજોગોમાં DADT કામ લાગે છે. DADT કૉન્સેપ્ટ માટે સહમત થયાં હોય એવાં યુગલોમાં એકમેકની તેમના સંબંધ બહારની અંગત વાતો જાહેર કરવાનું કોઈ ઑબ્લિગેશન રહેતું નથી; એનાથી રિલેશનશિપમાં ઇમોશનલ અસ્વસ્થા, ઈર્ષ્યા કે સંઘર્ષ ટળી જાય છે. એને પગલે એ યુગલના સંબંધમાં સંવાદિતા જળવાઈ રહે છે, પછી ભલે બન્ને તેમના એ સંબંધની બહાર જેકંઈ કરે.

relationships life and style social media news health tips mental health offbeat news