22 February, 2025 09:17 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
હાલમાં યુવાનો જ્યાં જાય ત્યાંથી રીલ બનાવીને લાઇક્સ મેળવવા પોસ્ટ કરતા રહે છે. હમણાં દુનિયાની ૭ અજાયબીઓમાંના એક આગરામાં આવેલા ઐતિહાસિક તાજમહલના પ્રાંગણમાં લાલ સાડી પહેરીને ગુલાંટ મારતી હોય એવી એક યુવતીની રીલ વાઇરલ થઈ છે. યુવતી છુટ્ટા વાળ, લાલ પ્લેન સાડી અને બ્લૅક શૂઝ પહેરીને તાજમહલના ગાર્ડન એરિયામાં કૂદીને સળંગ છથી સાત ગુલાંટ મારી રહી છે અને પાછળ બૅકગ્રાઉન્ડમાં તાજમહલ દેખાઈ રહ્યો છે. છેલ્લી ગુલાંટ પૂરી કર્યા બાદ યુવતી પોતાની આવડત દેખાડી મોટું સ્માઇલ આપે છે. રીલ વાઇરલ થઈ છે અને તાજમહલ સ્મારકની ગરિમા જાળવવા વિશે અને તાજમહલ વિસ્તારની સુરક્ષા કરતા સુરક્ષા-કર્મચારીઓ પર ઘણા પ્રશ્નો ઊઠ્યા છે.