ફૅમિલીને છેક ૪૦ વર્ષે વૉલેટ પાછું મળ્યું

09 February, 2024 10:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વૉલેટ એટલું સરસ રીતે જળવાઈ રહ્યું હતું જાણે છેલ્લાં ૪૦ વર્ષમાં એને કોઈ અડ્યું જ નહોતું.

વોલેટની તસવીર

સ્ટોરેજ ફૅસિલિટીમાં ઍર ડક્ટમાંથી મળી આવ્યા બાદ ઑન્ટારિયોના એક પરિવારને ૪૦ વર્ષ બાદ વૉલેટ પાછું મળ્યું હતું. ડેટ્રોઇટના ઍન્ડ્રુ મેડલીએ જણાવ્યું કે ટૉરોન્ટોમાં ઇટન સેન્ટરમાં સ્ટોરેજ યુનિટમાં કામ કરવા દરમ્યાન તેને આ વૉલેટ મળ્યું હતું. એ સમયે મારી સાથે એક સાથી-કર્મચારી હતો. અમે વૉલેટ ખોલ્યું તો અમારા અચરજનો પાર નહોતો રહ્યો. વૉલેટમાં બધું બરાબર હતું, એમ મેડલીએ સીબીસી ન્યુઝને જણાવ્યું હતું. મેડલીને વૉલેટના માલિકને ફેસબુક પર શોધવામાં સફળતા મળી હતી. તેણે એક મહિલા અને તેની પુત્રી વેનેસા ઑસ્ટિનને વૉલેટ મળ્યાનો મેસેજ મોકલ્યો હતો. પરિવાર અલ સાલ્વાડોરથી આવી પહોંચ્યો ત્યારનાં ઇમિગ્રેશન પેપર, ઑસ્ટિનનું બર્થ-સર્ટિફિકેટ અને ફોટોગ્રાફ સહિત અમુક મૂલ્યવાન આઇટમ વૉલેટમાં હતી. આ વૉલેટ એટલું સરસ રીતે જળવાઈ રહ્યું હતું જાણે છેલ્લાં ૪૦ વર્ષમાં એને કોઈ અડ્યું જ નહોતું.

offbeat videos offbeat news international news social media