31 August, 2024 02:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ સ્ક્રીન શૉટ
વિસ્તારા ઍરલાઇન્સે શાકાહારી ભોજનને ‘હિન્દુ ભોજન’ અને માંસાહારી ભોજનને ‘મુસ્લિમ ભોજન’ નામ આપ્યું છે. પત્રકાર આરતી ટીકુ સિંહે આ સામે સોશ્યલ મીડિયા પર ઍરલાઇન ભોજનને પણ સાંપ્રદાયિક બનાવી રહી હોવાનો બળાપો ઠાલવ્યો છે અને પૂછ્યું છે કે તમામ હિન્દુઓ શાકાહારી હોય છે અને તમામ મુસ્લિમો માંસાહારી હોય છે એવું તમને કોણે કહ્યું? સિંહે લોકોના માથે ભોજનની પસંદગી ઠોકી બેસાડવાનો આરોપ મૂકતાં સવાલ કર્યો છે કે તમે ફ્લાઇટમાં શાકભાજી, ચિકન અને મુસાફરોને પણ સાંપ્રદાયિક સ્વરૂપ આપવા માંડ્યા છો?’
વિસ્તારાનો આ વ્યવહાર પત્રકારને દયનીય લાગ્યો એટલે તેમણે ભોજનના બન્ને વિકલ્પ બુક કરાવ્યા. તેમણે શ્રીનગરથી જમ્મુ સુધીની ટિકિટનો સ્ક્રીન-શૉટ પણ સોશ્યલ મીડિયામાં મૂક્યા છે. જોકે કેટલાકે કહ્યું કે ભોજન કોડ વિસ્તારા દ્વારા નક્કી નથી કરાતા. ઇન્ટરનૅશનલ ઍર ટ્રાન્સપોર્ટ અસોસિએશન ઍરલાઇન્સ, કેટરિંગ સર્વિસ અને ગ્રાઉન્ડ સ્ટાફને ભોજનની જરૂરિયાતોના આધારે ઍરલાઇન્સમાં કેટલીક એકરૂપતા લાવવા માટે ભોજન કોડ ફાળવાય છે.
વિસ્તારા ઍરલાઇન ભળી ગઈ ઍર ઇન્ડિયામાં, પણ એને કારણે મુસાફરોએ હવે શું ધ્યાન રાખવાનું છે?
વિસ્તારા ઍરલાઇન્સ હવે ઍર ઇન્ડિયામાં ભળી જવાની છે એ વાતને લીલી ઝંડી મળી ગઈ છે ત્યારે જેમણે ઑલરેડી વિસ્તારાની ફ્લાઇટ્સ બુક કરાવી લીધી હોય તેમનું શું? એવો સવાલ ઊભો થાય એ સ્વાભાવિક છે. ૧૧ નવેમ્બર સુધી વિસ્તારાની ઍરલાઇન્સ રાબેતા મુજબ ચાલશે. ૧૨મી નવેમ્બરથી વિસ્તારાની તમામ ફ્લાઇટ્સ પણ ઍર ઇન્ડિયા દ્વારા જ ઑપરેટ થશે. હજી ત્રીજી સપ્ટેમ્બર સુધી વિસ્તારા ઍરલાઇન્સમાં ૧૧ નવેમ્બર સુધીની ફ્લાઇટ્સનું બુકિંગ પણ ચાલુ રહેશે. ઍર ઇન્ડિયાએ એ પણ કન્ફર્મ કર્યું છે કે વિસ્તારાનો લૉયલ્ટી પ્રોગ્રામ પણ ઍર ઇન્ડિયાના ફ્લાઇંગ રિટર્ન્સ સાથે મર્જ થશે અને વિસ્તારાના પૅસેન્જર્સને જે લાઉન્જ ઍક્સેસ મળે છે એ બદલાશે નહીં. જો કોઈએ અત્યારથી ૧૨ નવેમ્બર કે એ પછીની વિસ્તારા ઍરલાઇન્સની ટિકિટ લીધી છે તો તેમને હવે ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં શિફ્ટ કરવામાં આવશે.