ચૂંટણી જીતવા માટે કુંવારો ઉમેદવાર મિત્રની ફૅમિલી સાથે ફોટો પડાવીને ફૅમિલીમૅન બની ગયો

10 October, 2024 05:34 PM IST  |  America | Gujarati Mid-day Correspondent

ચૂંટણી જીતવા અને ખુરસી મેળવવા નેતાઓ મતદારોને શાષ્ટાંગ પ્રણામ કરતાં પણ ખચકાતા નથી. ચૂંટણી જીતવા માટે ઉમેદવારો જાતજાતનાં ગતકડાં પણ કરતા રહે છે અને છબિ સુધારવા માટે ડાહીડાહી વાતો પણ કરતા હોય છે.

ડૅરિક ઍન્ડરસન મિત્રની ફૅમિલી સાથે

ચૂંટણી જીતવા અને ખુરસી મેળવવા નેતાઓ મતદારોને શાષ્ટાંગ પ્રણામ કરતાં પણ ખચકાતા નથી. ચૂંટણી જીતવા માટે ઉમેદવારો જાતજાતનાં ગતકડાં પણ કરતા રહે છે અને છબિ સુધારવા માટે ડાહીડાહી વાતો પણ કરતા હોય છે. આવું ફક્ત આપણા દેશમાં જ થાય છે એવું ન માનવું. કાગડા બધે કાળા જ હોય, એ રીતે ખુરસીનો મોહ બધે એકસરખો હોય છે. અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. એ માટે કમલા હૅરિસ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ એકબીજા પર કાદવઉછાળ પ્રવૃત્તિ કરે છે, પણ આ ચૂંટણીના વર્જીનિયાની સેવન્થ ડિસ્ટ્રિક્ટ બેઠક પરથી ચૂંટણીમાં ઊભેલા ડૅરિક ઍન્ડરસન અત્યારે ચર્ચામાં છે. કારણ કે તેમણે એક ફૅમિલી-ફોટો સોશ્યલ મીડિયામાં મૂક્યો છે, પણ એ ફૅમિલી તેમની નથી, એ તેમના મિત્રની છે. ડૅરિકે જે ફોટો પડાવ્યો છે એમાં પત્ની અને ૩ દીકરી સાથે પોતે ઊભા છે, પરંતુ એ પત્ની અને ત્રણેય દીકરીઓ તેમની નહીં, તેમના મિત્રની છે. તેમની કૅમ્પેન વેબસાઇટ પ્રમાણે ડૅરિક પોતાના ડૉગ સાથે એકલા જ રહે છે. ડૅરિક ઍન્ડરસને લગ્ન નથી કર્યાં એટલે પોતે એક ફૅમિલીમૅન છે એ બતાવવા માટે તેમણે આ ગતકડું કર્યું છે.

america us elections international news social media offbeat news world news