15 December, 2024 06:47 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વર અને કન્યા રણબીર કપૂરની ફિલ્મ ‘ઍનિમલ’માં જોવા મળેલી એવી ગન-મશીન પર લગ્નસ્થળે એન્ટ્રી કરી રહ્યાં છે.
એક ભારતીય યુગલની લગ્નની એન્ટ્રીનો વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે વર અને કન્યા રણબીર કપૂરની ફિલ્મ ‘ઍનિમલ’માં જોવા મળેલી એવી ગન-મશીન પર લગ્નસ્થળે એન્ટ્રી કરી રહ્યાં છે. ‘ઍનિમલ’માં રણબીરે ૫૦૦ કિલો વજનના આ ગન-મશીન પર બેસીને પોતાના દુશ્મનો પર ગોળીઓનું તોફાન વરસાવેલું, પણ એવા જ પ્રકારની ગન-મશીન પર બેસીને એક નવયુગલ લગ્ન કરવા પધારે એ વાતે સોશ્યલ મીડિયા પર જાતજાતની કમેન્ટ્સનો મારો ચાલ્યો છે. મોટા ભાગની કમેન્ટ્સમાં આવી એન્ટ્રી પસંદ કરવા બાબતે કપલ પર માછલાં ધોવાયાં છે. જોકે થોડીક કમેન્ટ્સ એવી છે જેમાં લોકોએ કહ્યું છે કે નવયુગલ અભૂતપૂર્વ એન્ટ્રી દેખાડવા માગતું હોય તો ખોટું શું છે. એક જણે આ યુગલ વિશે મસ્ત કમેન્ટ કરી : ક્યા કાર્ટૂનપંતી કર રહે હૈં યે લોગ, જોકર બન ગએ દોનોં.