06 March, 2023 01:08 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
એઆઇને કારણે સૌથી પહેલાં ટૉમની નોકરી ગઈ હતી?
સોશ્યલ મીડિયા પર કબજો જમાવનાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો એક અલગ જ ક્રેઝ છે. ટેક્નૉલૉજીએ સાધેલી પ્રગતિને કારણે હવે વર્તમાન નોકરીઓ અને તેમની ભાવિ ઉપયોગિતા પર પણ પ્રશ્ન થઈ રહ્યા છે.
આ બધા વચ્ચે ટૉમ ઍન્ડ જેરીનો એક જૂનો વિડિયો ફરી એક વાર ઑનલાઇન ટ્રેન્ડ થઈ રહ્યો છે. વિડિયોમાં ટૉમનું સ્થાન રોબોટિક બિલાડી લે છે અને ઉંદર જેરીને અસરકારક રીતે પકડીને ઘરની બહાર કરે છે. આઇએએસ અધિકારી સુપ્રિયા સાહૂએ ટ્વિટર પર આ ક્લિપ શૅર કરતાં લખ્યું હતું કે લગભગ ૬૦ વર્ષ પહેલાં ટૉમ પ્રથમ વ્યક્તિ હતો જેણે એઆઇને કારણે નોકરી ગુમાવી હતી.
આ પણ વાંચો: એઆઇની મદદથી બનાવ્યો સ્ટાર્ટઅપ ફાઉન્ડરનો નકલી પ્રોફાઇલ
થોડા દિવસ પહેલાં શૅર કરાયેલી આ ક્લિપને અત્યાર સુધી ૩૦,૦૦૦ કરતાં વધુ વ્યુઝ મળ્યા છે અને યુઝર્સે એના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે લખ્યું છે કે ફ્રેડ ક્વિમ્બીની ટીમે લગભગ અડધી સદી પહેલાં કરેલી આગાહી સાચી પડી છે. હવે ટૉમનો નહીં, માનવી, તારો નોકરી ગુમાવવાનો વારો છે.