28 December, 2022 12:58 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
આ સુકાયેલું પાંદડું નથી, પતંગિયું છે
ઍનિમલ કિંગડમ મનોરંજક તથા આકર્ષક વિડિયો પોસ્ટ કરતું રહે છે. તાજેતરમાં આવો એક વિડિયો પોસ્ટ થયો છે, જેણે નેટિઝન્સને અચંબિત કર્યા છે. વાસ્તવમાં આ પતંગિયું છે. એ એની પૃષ્ઠભૂ સાથે એટલું મૅચ થાય છે કે એની પાંખો બંધ હોય ત્યારે જોનારને એ સૂકું પાન હોવાનો ભ્રમ થાય.
પ્રકૃતિએ પ્રત્યેક જીવને પોતાના રક્ષણ માટે કોઈ વિશેષ ખૂબી પ્રદાન કરી છે, જેનું ઉદાહરણ આ વિડિયોમાં જોઈ શકાય છે. વિડિયોમાં પહેલાં સૂકું પાંદડું જમીન પર પડ્યું છે અને હવાના દબાણથી ઊડી જશે એવું લાગે છે. જોકે થોડા સમય પછી જ્યારે એ પોતાની પાંખો ફેલાવે છે ત્યારે જાણ થાય છે કે એ પાંદડું નથી, પતંગિયું છે. આ કલ્લિમા ઇનાચસ પ્રજાતિનું પતંગિયું છે.
અત્યાર સુધી આ વિડિયોને ૧.૧૨ કરોડ કરતાં વધુ વ્યુઝ મળ્યા છે તથા ૨૦,૦૦૦ કરતાં વધુ વાર રીટ્વીટ કરાયું છે.