10 December, 2024 02:28 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
માઇક હોલ્સ્ટનના બેડ પર વિશાળકાય અજગર પડ્યો છે અને આ માણસ એ ઓશીકું હોય એમ એના પર માથું રાખીને આરામથી પડ્યો-પડ્યો વાંચી રહ્યો
અમેરિકામાં રહેતા માઇક હોલ્સ્ટનનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ‘ધ રિયલ ટારઝન’ છે અને આ ફોટો કે તેણે પોસ્ટ કરેલો આ વિડિયો જોયા પછી આ સાચે જ ટારઝન છે એવું કહેવું હોય તો કહી શકાય. બેડ પર વિશાળકાય અજગર પડ્યો છે અને આ માણસ એ ઓશીકું હોય એમ એના પર માથું રાખીને આરામથી પડ્યો-પડ્યો વાંચી રહ્યો છે. પાછું તેના પગ પાસે કૂતરું પણ સૂતું છે. સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલો માઇક હોલ્સ્ટનનો આ વિડિયો જોઈને લોકો મોંમાં આંગળાં નાખી જાય છે. માઇક આવા જ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર મૂકે છે.