દાંતથી ઊંચકી લીધી ૫૦ કિલો સિમેન્ટની થેલી

19 July, 2024 12:06 PM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

આ વિડિયો સાથે લખ્યું છે, ‘આ મજૂરનો હાથ છે.’

દાંતથી ઊંચકી લીધી ૫૦ કિલો સિમેન્ટની થેલી

રેકૉર્ડ માટે દેશ-વિદેશના ધૂની માણસો દાંત, ગળા, ચામડીથી ભારેખમ વજન ઊંચકી લેવાના સ્ટન્ટ્સ કરતા આવ્યા છે. જોકે ઇન્ડિયામાં કોઈ સુકલકડી શરીર ધરાવતો મજૂર જેવો દેખાતો માણસ કેટલી સહજતાથી રો‌જિંદા જીવનમાં સ્ટન્ટ્સ કરતા હોય છે એનો નઝારો @ankit__thakur___743 નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર થયેલા વિડિયોમાં જોવા મળે છે. સામાન્ય રીતે કામદારો વજન વેંઢારવા માટે હાથ, પીઠ અને માથાનો ઉપયોગ કરતા હોય છે, પણ આ ભાઈ ૫૦ કિલો વજનની સિમેન્ટની બોરી દાંતથી ઊંચકી લે છે. એટલું જ નહીં, એ પછી તે બીજી સિમેન્ટની ગુણી પીઠ પર ઊંચકીને બીજી જગ્યાએ લઈ જાય છે. આ વિડિયો સાથે લખ્યું છે, ‘આ મજૂરનો હાથ છે.’

bihar offbeat news viral videos national news patna