બાઇક હરવાફરવા માટે જ નહીં, કપડાં સીવવા માટેય ‘ચલાવાય’

17 August, 2024 05:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આપણે બધા બાઇકનો ઉપયોગ ઑફિસ જવા, હરવાફરવા માટે કરીએ છીએ; પરંતુ આ માણસ કપડાં સીવવા માટે પણ બાઇક ચલાવે છે. લોકો એવા જુગાડ કરતા હોય છે કે જોનારા દંગ રહી જાય.

બાઇક હરવાફરવા માટે જ નહીં, કપડાં સીવવા માટેય ‘ચલાવાય’

આપણે બધા બાઇકનો ઉપયોગ ઑફિસ જવા, હરવાફરવા માટે કરીએ છીએ; પરંતુ આ માણસ કપડાં સીવવા માટે પણ બાઇક ચલાવે છે. લોકો એવા જુગાડ કરતા હોય છે કે જોનારા દંગ રહી જાય. વાઇરલ થયેલા વિડિયોમાં એક યુવકે બાઇકને ડબલ સ્ટૅન્ડ પર રાખ્યું છે. નીચે ઈંટ મૂકીને સ્ટૅન્ડ ઊંચું કર્યું છે. બાઇકના પાછલા ટાયર સાથે સિલાઈ મશીનનું હૅન્ડલ જોડી દીધું છે. બાઇક ચાલુ થતાં જ એનાં પૈડાં સાથે સિલાઈ મશીનનું ચક્કર પણ ફરવા માંડે છે અને કપડાં સિવાઈ જાય છે.

offbeat news national news