કારને કૉન્ક્રીટનાં ટાયર? આ ભાઈને તો પંક્ચર કઢાવવાની જરૂર જ નહીં પડે

15 May, 2024 10:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્સ્ટાગ્રામ પર આ વિડિયો ૫૦ લાખથી વધુ લોકોએ જોયો છે. 

વાઇરલ વિડિયોની તસવીર

કારમાં જ્યારે પણ પંક્ચર થાય ત્યારે એવો વિચાર જરૂર આવે કે એવાં ટાયર હોવાં જોઈએ જેમાં ક્યારેય પંક્ચર ન પડે. કદાચ આ જ કારણસર એક વ્યક્તિને કૉન્ક્રીટનાં ટાયર બનાવવાનું સૂઝ્‍યું હશે. સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં કારનાં ટાયર મજબૂત પથ્થરથી બનાવવામાં આવ્યાં છે. સામાન્ય રીતે ટાયર રબરનાં હોય છે, કેમ કે એને ગોળ આકાર આપી શકાય. એ ટ્રૅક્શન આપે છે અને બ્રેક મારવામાં સરળતા રહે છે. જોકે આ વ્યક્તિએ તો કૉન્ક્રીટમાંથી પર્ફેક્ટ ટાયર બનાવ્યાં હતાં અને એને કારમાં લગાવીને ડ્રાઇવ પણ કરી દેખાડ્યું હતું. કૉન્ક્રીટના ટાયરમાં તેણે બ્લેડથી કાપા કર્યા હતા જેથી ઘર્ષણ પેદા થાય અને ગાડી રોડ પર સ્લિપ ન થાય. ઇન્સ્ટાગ્રામ પર આ વિડિયો ૫૦ લાખથી વધુ લોકોએ જોયો છે. 

offbeat videos offbeat news social media