બે લડતા આખલા કપડાંની દુકાનમાં ઘૂસી જતાં કામ કરતી બે યુવતીઓ માંડ બચી

14 July, 2024 12:33 PM IST  |  Rishikesh | Gujarati Mid-day Correspondent

ખાસ્સી જહેમત પછી દુકાનદારે માલ પાથરેલા ટેબલ પર ચડીને દંડાથી મારી-મારીને આખલાઓને બહાર કાઢ્યા હતા. 

બે લડતા આખલા કપડાંની દુકાનમાં ઘૂસી જતાં કામ કરતી બે યુવતીઓ માંડ બચી

‌હૃષીકેશના રામઝૂલા પાસે બે લડતા આખલાએ આસપાસના લોકોના જીવ અધ્ધર કરી દીધા હતા. અત્યાર સુધીમાં રોડ પર લડતા આખલા જ જોખમી હતા, પણ આ વખતે તો બે આખલા લડતાં-લડતાં દુકાનમાં ઘૂસી ગયા અને એમાં ખરીદી કરતી બે યુવતીઓ પર પડ્યા હતા. અચાનક ઘૂસી આવેલા આખલા દુકાનની સાંકડી જગ્યામાં પણ લડતા રહ્યા હતા. અંદર કામ કરતી બે યુવતીઓએ બચવા માટે ટેબલ પર ચડી જવાની કોશિશ કરી, પણ એ શક્ય નહોતું બન્યું. ખાસ્સી જહેમત પછી દુકાનદારે માલ પાથરેલા ટેબલ પર ચડીને દંડાથી મારી-મારીને આખલાઓને બહાર કાઢ્યા હતા. 

rishikesh viral videos wildlife national news offbeat news