લગ્નમાં સાત વચનને બદલે પંડિતજીએ ગાયા બૉલિવૂડ ગીતો, જુઓ આ ફની વીડિયો

09 July, 2024 07:36 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Viral Video:

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - MidJourney)

આજકાલ લગ્નમાં અનેક પ્રકારની વેરીએશન અને દુનિયાથી કંઈક જુદું કરવા માટે લોકો અનેક પ્રકારના પ્રયોગો કરે છે. સોશિયલ મીડિયા (Viral Video) પર લગ્નના અનેક વીડિયો વાયરલ થયા છે. આ વીડિયોમાં ક્યારેક દુલ્હન અને વરરાજા તેમની એન્ટ્રી પર જોરદાર ડાન્સ કરવાનું શરૂ કરે છે, અને ક્યારેક પરિવારના કોઈ સભ્ય તેમના ડાન્સ મુવ્સ બતાવવાનું શરૂ કરે છે. તો આ બધા વચ્ચે લગ્નમાં જુદું જ કરવાથી મંત્રોચ્ચાર કરનારા પંડિતો કેમ પાછળ રહી જાય. હાલમાં એવો જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં લગ્ન કરાવનાર પંડિતજીએ લગ્નની પ્રતિજ્ઞાને બદલે બૉલિવૂડ ગીતો ગાઈને લોકોને એકદમ ચોંકાવી દીધા હતા. આ પંડિતજીની આ અનોખી સ્ટાઈલ જોઈને કેટલાક લોકો દંગ રહી ગયા તો કેટલાક પોતાનું હસવાનું પણ રોકી શક્યા નહીં.

ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવેલા આ વીડિયોમાં લગ્ન દરમિયાન (Viral Video) દુલ્હન અને વરરાજા પોતપોતાના સાત વચનો ધ્યાનથી સાંભળી રહ્યા છે, પરંતુ પંડિતજી આ વચનોના નવા વર્ઝનનો પાઠ કરવાનું શરૂ કરે છે. પંડિત વચનો બોલતા બોલતા દરેક શબ્દને એવી રમૂજી રીતે કહે છે કે ફક્ત વર-કન્યા જ નહીં પણ ત્યાં બેઠેલા બધા જ લોકો હસવા લાગે છે. આ પછી, પંડિતજી બૉલિવૂડ ગીતોનો સ્વાદ મંત્રોમાં બોલે છે. વીડિયોમાં પંડિતજી કહેતા સાંભળવા મળે છે કે વરરાજા દુલ્હન પાસેથી વચન માંગે છે, તૂ માયકે મત જઈઓ મત જઈઓ મેરી જાન,` એ પછી છઠ્ઠા શ્લોકમાં કન્યા કહે છે, `ધીરે ધીરે સે મેરી જિંદગી મે આના.

આ વીડિયોને સોશિયલ મીડિયા પર 10 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને 23 હજારથી વધુ લોકોએ તેને લાઈક (Viral Video) કર્યો છે. આ વીડિયો પર અનેક લોકોએ ફની કમેન્ટ્સ કરી છે. કમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું, `એવું લાગે છે કે પંડિતજી ગાયક બનવા માંગતા હતા, પણ તેઓ પંડિત બની ગયા.` તો બીજાએ લખ્યું, `જે લોકો જેવા હોય છે, તેમને પંડિત પણ એવા જ મળે છે.` કેટલાક યુઝર્સે આ વીડિયોમાં શોલ્કને બદલે ગીતો ગાવાની ઘટનાને સંસ્કૃતિનું અપમાન ગણાવ્યું હતું. એક યુઝરે લખ્યું, `તમે સંસ્કૃતિનું અંતિમ સંસ્કાર કરી રહ્યા છો?`

હાલમાં તો દેશ સહિત દુનિયાભરમાં બિઝનેસ મેન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને લગ્નની (Viral Video) જ ચર્ચા શરૂ છે. 12 જુલાઈએ મુંબઈમાં આ લગ્ન થવાના છે. આ લગ્નની આમંત્રણ પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે અનંત અને રાધિકાને લગ્ન પૂર્ણ રીતે હિન્દુ શ્ર્લોક, ધાર્મિક વિધિઓ અને પરંપરાગત શ્ર્લોક પધ્ધતિથી કરવામાં આવશે.

viral videos offbeat news national news social media Anant Ambani Radhika Merchant Wedding new delhi