22 March, 2025 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
કાળી સાડી પહેરીને અને કાખમાં બાળકને તેડીને હાઇવે પર એક હાથે ગુલાંટી મારતી કન્યાનો વિડિયો જબ્બર વાઇરલ થઈ રહ્યો છે. બાળકને તેડીને એક હાથ પર શરીરનું વજન ખમીને ગુલાંટી ખાવાના આ સ્ટન્ટથી ભલભલા લોકો ચકિત રહી ગયા હતા. જોકે આ વિડિયો ધ્યાનથી જુઓ તો જ્યારે તે ઊંધા માથે થાય છે ત્યારે બાળકનો ચહેરો દેખાઈ જાય છે અને ખબર પડે છે કે કાખમાં લીધેલું બાળક સાચકલું નહીં પણ રમકડું છે.