25 December, 2024 05:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એક માણસ ફ્લાઇટમાં ફરીને બધાને એક ફ્લાસ્કમાંથી પેપરકપમાં ચા આપી રહ્યો છે.
ઇન્ડિગો ઍરલાઇન્સની એક ફ્લાઇટમાં બનેલી વિચિત્ર ઘટનાનો વિડિયો જબરદસ્ત વાઇરલ થયો છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે એક માણસ ફ્લાઇટમાં ફરીને બધાને એક ફ્લાસ્કમાંથી પેપરકપમાં ચા આપી રહ્યો છે. ફ્લાઇટમાં આ ચાવાળાને જોઈને ઇન્ટરનેટ પર સવાલ એ પુછાઈ રહ્યો છે કે આ માણસને પ્લેનમાં ચા લઈ જવાની પરવાનગી કઈ રીતે મળી ગઈ. પ્લેનમાં ૨૦૦ મિલિલીટર પાણી નથી લઈ જવા દેતા અને આ માણસ એક લીટર ચા લઈને કેવી રીતે પહોંચી ગયો એવો સવાલ પણ પુછાઈ રહ્યો છે.