18 November, 2024 02:34 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
વાઇરલ કા તડકા નામના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર એક વિડિયો થોડા દિવસ પહેલાં અપલોડ થયો છે. એમાં ટ્રાફિકથી ભરેલા રોડ પર એક ઘોડેસવાર જઈ રહ્યો છે. ઘોડો નૉર્મલી જ ચાલી રહ્યો છે પણ અચાનક જ એ પાછળ આવી રહેલી સ્કૂટીને લાત મારી દે છે. સામાન્ય રીતે ઘોડાની લાતમાં ૨૦૦૦ પાઉન્ડનો ફોર્સ હોય છે. અચાનક લાત વાગતાં સ્કૂટીસવાર કન્યાઓ ગબડી પડે છે. નવાઈ એ વાતની છે કે ઘોડો કોઈ પણ અણસાર વિના જ અચાનક લાત મારે છે. આ વિડિયોને લઈને હવે સોશ્યલ મીડિયા પર ચર્ચા ઊખડી છે કે પ્રાણીઓને ટ્રાફિકથી ભરપૂર રસ્તાઓ પર ઉતારવાનું કેમ સેફ નથી એ વિડિયો પરથી સમજી જવું જોઈએ.