જો પાકિસ્તાનમમાં ડોનાલ્ડ ટ્રમ્પ કુલ્ફી વેચતા દેખાય તો?

10 October, 2023 02:07 PM IST  |  Pakistan | Gujarati Mid-day Online Correspondent

Viral Video: Donald Trump: વાયરલ થતા વીડિયોને જોઈને લોકો કન્ફ્યૂઝ થઈ રહ્યા છે અને કુલ્ફીવાળાનો ચહેરો જોઈને તેમના ડુપ્લિકેટ હોવાના તુક્કા લગાડી રહ્યા છે.

વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનગ્રેબમાં ડોનાલ્ડ ટ્રમ્પના લુકઅલાઈક

Viral Video: Donald Trump: વાયરલ થતા વીડિયોને જોઈને લોકો કન્ફ્યૂઝ થઈ રહ્યા છે અને કુલ્ફીવાળાનો ચહેરો જોઈને તેમના ડુપ્લિકેટ હોવાના તુક્કા લગાડી રહ્યા છે.

ઈન્ટરનેટ પર અનેકવાર કેટ-કેટલાય એવા વીડિયોઝ સામે આવતા હોય છે, જે ઘણીવાર તમારી આંખને દગો દેતા હોય છે. આવો જ એક વીડિયો હાલ ઈન્સ્ટાગ્રામ પર સામે આવી રહ્યો છે, જેમાં કુલ્ફી વેચતા એક શખ્સને જોને તમને પણ એવો ભ્રમ થઈ શકે છે. આ શખ્સને જોઈને અનેક લોકો આને અમેરિકાના `પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ` સાથે સરખાવી રહ્યા છે, તો કેટલાક લોકો કહી રહ્યા છે કે આ ટ્રમ્પના ડુપ્લિકેટ છે. તો જાણો આખરે આ વીડિયો પાછળની હકીકત ખરેખર છે શું, જેને જોઈને લોકોને એવો ભ્રમ થઈ રહ્યો છે.

Viral Video: Donald Trump: ઈન્સ્ટાગ્રામ પર Azfar Khan નામના અકાઉન્ટ પરથી આ વીડિયો શૅર કરવામાં આવ્યો છે. વીડિયોમાં પઠાની કુર્તા પાયજામામાં એક શખ્સ `કુલ્ફી ખા લો કુલ્ફી` ગાતા લારી પર કુલ્ફી વેચી રહ્યો છે. તેની કુલ્ફી વેચવાનો અંદાજ તો કમાલ છે જ, પણ તેનો લુક હાલના દિવસોમાં ચર્ચાનો વિષય બન્યો છે. તે જોવામાં `ડોનાલ્ડ ટ્રમ્પ` (Trump Selling Kulfi in Pakistan?) જેવો લાગી રહ્યો છે, તો કેટલાક લોકોને તે યૂકેના પૂર્વ પ્રધાનમંત્રી બોરીસ જૉનસન જેવો પણ લાગી રહ્યો છે, કેટલાકને તે બન્નેનું મિશ્રણ એવો લાગી રહ્યો છે. હકીકતે, આ શખ્સને લોકો એલ્બિનિઝ્મનો શિકાર ગણાવી રહ્યા છે, જેને કારણે તેના શરીર અને વાળનો કલર બદલાઈ ગયો છે.

લોકોએ કહ્યું- આ તો `બોરીસ ટ્રમ્પ` લાગી રહ્યો છે...

Viral Video: Donald Trump: વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર માત્ર બે દિવસમાં લગભગ સાડા 3 લાખથી વધારે લાઈક્સ મળી ચૂક્યા છે અને લોકો રસપ્રદ કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, "શું ખરેખર આ ટ્રમ્પ છે કે ફક્ત મને જ એવું દેખાય છે?" બીજાએ લખ્યું, "ખરેખર આ તો બોરીસ જૉનસન અને ડોનાલ્ડ ટ્રમ્પનું મિશ્રણ લાગે છે." ત્રીજાએ લખ્યું, "ભાઈ ટ્રમ્પના શું દિવસ આવી ગયા છે?" તો ચોથાએ લખ્યું, "મજાક છોડો, ભાઈ ગાય છે કેટલું સારું, એ તો જુઓ."

ઉલ્લેખનીય છે કે ઈન્ટરનેટ પર મોટેભાગે આવા વીડિયોઝ વાયરલ થતા હોય છે જેમાં કોઈક કોઈની નકલ કરતા હોય છે તો લોકો કોઈકના જેવા દેખાતા હોય છે અને આવા વીડિયોઝ ઈન્ટરનેટ પર ધમાલ મચાવતા હોય છે. આવો જ એક વીડિયો જેમાં આ કુલ્ફી વેચનાર શખ્સ ડોનાલ્ડ ટ્રમ્પ જેવો દેખાય છે તો કોઈકને આ શખ્સ બોરીસ જૉનસન જેવો દેખાય છે તો કેટલાક યૂઝર્સ એવા પણ છે જેમને આ શખ્સ બોરીસ અને ટ્રમ્પનું મિશ્રણ લાગતો હોવાથી તેમણે તો બોરીસ ટ્રમ્પ એવું નામ પણ આ શખ્સને આપી દીધું છે. તો તમે પણ જણાવી શકો છો કે તમને આ શખ્સ કોના જેવો લાગે છે.

pakistan donald trump united states of america london united kingdom international news world news