બ્રેકને બદલે ઍક્સેલરેટર દબાઈ જતાં મર્સિડીઝ કચોરી શૉપમાં ઘૂસી ગઈ

04 April, 2024 10:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે બાદમાં તેની અરેસ્ટ કરી હતી.

વાઇરલ વિડિયોની તસવીર

દિલ્હીમાં રવિવારે શૉકિંગ ઘટના બની હતી. બપોરના સમયે રાજપુર રોડ વિસ્તારમાં આવેલી કચોરીની ફેમસ શૉપમાં રોજની જેમ ગ્રાહકોની અવરજવર ચાલુ હતી ત્યારે અચાનક એક મર્સિડીઝ કાર ધસમસતી આવીને સીધી દુકાનમાં ઘૂસી ગઈ હતી. ઘટનામાં ૬ જણ ઘાયલ થયા હતા. વાત એમ હતી કે પરાગ મૈની નામનો ઍડ્વોકેટ પરિવાર સાથે શૉપિંગ કરવા આવ્યો હતો. કચોરી ખાવા માટે તે દુકાનની સામે પાર્ક કરવા જઈ રહ્યો હતો, પણ બ્રેકના બદલે ઍક્સેલરેટર દબાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. પોલીસે બાદમાં તેની અરેસ્ટ કરી હતી.

offbeat videos offbeat news social media delhi news