હવે કાજુકતરીનાં ગરમાગરમ ભજિયાં પણ બનવા લાગ્યાં

11 March, 2024 10:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિયો જોઈને કેટલાક લોકોએ લોકપ્રિય મીઠાઈના આવા હાલ થતા જોઈને રોષ વ્યક્ત કર્યો હતો અને કમેન્ટ કરી હતી કે આ વ્યક્તિની ધરપકડ કરો!

વાઇરલ વિડિયોની તસવીર

સોશ્યલ મીડિયાના યુગમાં ચિત્રવિચિત્ર રેસિપીઝ બહુ વાઇરલ થાય છે. ભેળમાં ક્યારેક ન ભળતું નાખવામાં આવે છે તો ક્યારેક આઇસક્રીમ પણ તીખો બનાવવામાં આવે છે! આવી જ એક રેસિપી ઇન્ટરનેટ પર વાઇરલ થઈ છે જેમાં વ્યક્તિ કાજુકતરીનાં ગરમાગરમ ભજિયાં ઉતારી રહ્યો છે. વાઇરલ વિડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે કાજુકતરીના ચોસલાને ચણાના લોટમાં બોળીને પછી તળવામાં આવે છે. વિડિયો જોઈને કેટલાક લોકોએ લોકપ્રિય મીઠાઈના આવા હાલ થતા જોઈને રોષ વ્યક્ત કર્યો હતો અને કમેન્ટ કરી હતી કે આ વ્યક્તિની ધરપકડ કરો! કાજુકતરીને ન્યાય મળવો જોઈએ. એક વ્યક્તિએ આને કાજુકતરીની હત્યા ગણાવી હતી અને આ કોણ ખાશે એવો સવાલ પણ પૂછ્યો હતો.

offbeat videos offbeat news social media indian food