23 September, 2024 08:00 PM IST | Kalyan | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડજર્ની
રેલવે સ્ટેશનો પર લોકો વિચિત્ર અખતરા કરીને તેનો વીડિયો (Viral Video) બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. રેલવે પરિસરમાં આ પ્રકારઆ હજારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ હોય છે. હાલમાં એક એવો જ વીડિયો ઇનસ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સુપરહીરો સ્પાઈડર મેન મધ્ય રેલવેના કલ્યાણ સ્ટેશન પર ભીખ માગતો દેખાઈ રહ્યો છે. આ વીડિયો હવે જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
કલ્યાણ જંકશન પર સ્પાઇડરમેનનો (Viral Video) પોશાક પહેરેલો વ્યક્તિ ભીખ માગતો દેખાઈ રહ્યો છે. આ ઘટના એક રીલ માટે યોજવામાં આવી હતી, જે સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સરે તેના Instagram પર પોસ્ટ કરી હતી. આ વીડિયોમાં `સ્પાઈડર મેન ફ્રોમ મુંબઈ` રેલવે સ્ટેશનની બહાર બેસીને પસાર થતા લોકો પાસેથી પૈસા માગતો બતાવવામાં આવ્યો હતો. રીલના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે "સ્પાઈડર મેન કો દેદો ભાઈ કોઈ."
વીડિયોમાં એક વ્યક્તિ રેલવે સ્ટેશનની સીડી (Viral Video) નીચે બેઠેલો જોવા મળી રહ્યો છે. ટ્રેનના મુસાફરોનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે તે સ્પાઈડર મેનનો પોશાક પહેરીને જોવા મળ્યો હતો. રેલવે પરિસરમાં બેઠેલા હતા ત્યારે તેણે પૈસાની ભીખ માગવા માટે વારંવાર હાથ આગળ લંબાવ્યો હતો. સુપરહીરો સ્પાઈડર મેનનો કોસ્ચ્યુમ પહેરીને કોઈ વ્યક્તિ ભીખ માગે તેવો વાસ્તવિક કિસ્સો ન હતો, પરંતુ ઇન્સ્ટાગ્રામ પર રિલ બનાવવા માટે કરવામાં આવેલ કૃત્ય હતું. જ્યારે તેણે ત્યાં ભિખારી તરીકે પ્રદર્શન કર્યું, ઘણા લોકોએ તેની તરફ જોયું અને તેમાંથી એક જણ તેની પણ પૈસા લઈને તેની પાસે ગયો. રીલે રેલવે સ્ટેશન પરની આ રીલ તેના જ સાથીદારોએ રેકોર્ડ કરી હતી. તેમ જ એક વ્યક્તિએ `સ્પાઈડર મેન` ભિખારીને સિક્કો આપવા માટે વીડિયોમાં આગળ આવતો દેખાઈ રહ્યો છે.
આ વીડિયો હાલ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જોકે તે વીડિયો ઑગસ્ટમાં ઓનલાઈન પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવ્યો હતો, જોકે, તે હવે લોકો સુધી પહોંચી રહ્યો છે અને તાજેતરના દિવસોમાં તેમનું ધ્યાન ખેંચ્યું છે. અત્યાર સુધી, રીલ, જે ઇન્ફલુએન્સરે સુપરહીરોના કોસ્ચ્યુમમાં સજ્જ ભિખારીના રૂપમાં બતાવે છે, તેને 2.8 મિલિયન વ્યૂઝ અને એક લાખથી વધુ લાઇક્સ મળ્યા છે. લોકોએ વીડિયો પર પ્રતિક્રિયા આપી અને આનંદી રીતે લખ્યું, "સ્પાઈડર મેન ઘરમાં પૈસા નથી." "અમને GTA પહેલા કલ્યાણમાં સ્પાઈડર મેન મળ્યો," આ સાથે એકે લખ્યું કે “સ્પાઈડર મેનને ઘરે જવું છે. આ સાથે નવી દિલ્હીમાં પણ આ જ રીતે સ્પાઈડર મેનનો પોશાખ પહેરીને કાર પર સ્ટંટ કરવાનો વીડિયો સામે આવ્યો હતો જે બાદ પોલીસે આ સ્પાઈડર મેનની ધરપકડ કરી હતી.