લોકલ ટ્રેનમાંથી વિદેશી ઇન્ફલુએન્સરનો ફોન ચોરી થઈ ગયો, જુઓ વીડિયો

27 May, 2024 06:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Viral Video: ઍડમે તેની આ ઈન્ડિયા ટ્રીપની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

મુંબઈની લાઈફ જીવવા માટે અનેક વિદેશી નાગરિકો આ માયાનગરીમાં ફરવા અને વસવા આવે છે. મુંબઈની ગલીઓમાં લટારા મારવા નીકળીને અનેક વિદેશી નાગરિકો તેમનો અનુભવ સોશિયલ મીડિયા (Viral Video) પર શેર કરે છે. તાજેતરમાં એક ઍડમ નામના સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સરે ભારતની મુલાકાત લીધી હતી. ઍડમે તેની આ ઈન્ડિયા ટ્રીપની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ દરમિયાન તેણે મુંબઈની લોકલ ટ્રેનોની પણ સવારી કરી હતી. જોકે આ દરમિયાન તેની સાથે બન્યું તે બાબતે હવે સોશિયલ મીડિયા પર અનેક પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવવી રહ્યા છે.

ઍડમ જ્યારે પશ્ચિમ રેલવેના ચર્ચગેટ સ્ટેશન (Viral Video) પર પોતાનો વીડિયો બનાવી રહ્યો હતો ત્યારે ચાલતી ટ્રેનમાંથી એક વ્યક્તિએ તેનો ફોન છીનવી લીધો હતો. આ ઘટના ઍડમના ફોનના કૅમેરામાં કેદ થઈ હતી. વીડિયોમાં દેખાઈ રહ્યું છે ઍડમ રેલવે પ્લેટફોર્મ પર ઊભો છે આ દરમિયાન તે ચાલતી ટ્રેન નજીક આવીને વીડિયો રેકોર્ડ કરવા લાગે છે. આ વખતે ટ્રેનની બહાર ડોકું કાઢીને એક વ્યક્તિ ઍડનો મોબાઇલ તેના હાથમાંથી છીનવી લેય છે. ચોરની આ સંપૂર્ણ હરકત ઍડમના ફોન કૅમેરામાં રેકોર્ડ થઈ હતી.

ઍડમે તેનો ફોન ચોરી થવાની ઘટનાની પોસ્ટ ઇન્સ્ટાગ્રામ (Viral Video) શેર કરી હતી કે. આ વીડિયો શેર કરીને લખ્યું કે "મને આવું થયું એ વાત પર વિશ્વાસ નથી થતો! ચર્ચગેટ, મુંબઈથી ટ્રેન છૂટતી વખતે હું વીડિયો બનાવી રહ્યો હતો ત્યારે મારો ફોન ચોરી થઈ ગયો..." જોકે ફોન ચોરી થવાના વીડિયોને ઍડમ અને તેના મિત્રએ મળીને બનાવ્યો હતી જેથી તે માત્ર એક સ્ક્રિપ્ટેડ વીડિયો હતી. રેલવે સ્ટેશન પર વિડિયો બનાવી રહેલા ઍડને વધુ એક પોસ્ટ કરીને કૅપ્શનમાં લખ્યું કર્યું હતું કે, ફોન ચોરી કરનાર મરો મિત્ર એલન જ હતો. ચોર બીજું કોઈ નહીં પણ તે TRIPOLOGYનો હોસ્ટ એલન હતો,".

વિદેશી પર્યટકનો ફોન ચોરી થયા હોવાનો વીડિયો (Viral Video) સ્ક્રીપટેડ હોવાનું જાણતા સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે થયા હતા. તેમ જ તેમણે આ પ્રેન્કના જોખમી કૃત્યની નિંદા પણ કરી હતી. તેમ જ આ પ્રકારની ફિલ્મિંગને મૂર્ખતા પણ ગણાવી હતી. સોશિયલ મીડિયા પર લોકોએ નારાજગી વ્યક્ત કર્યા કહ્યું કે કે આ લોકો મુંબઇની લોકલને ખોટી રીતે દર્શાવવાના પ્રયત્નમાં જોખમી પ્રવૃત્તિઓનું કરી રહ્યા છે. અને મુંબઈ લોકલ પ્રત્યે ખોટી માહિતી અને નેગેટીવીટી પણ ફેલાવી રહ્યા છે. આ સાથે લોકોએ આવું કૃત્ય કરવા બાબતે ઍડમ અને તેના મિત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમ જ મુંબઈ લોકલ બાબતે ભ્રમ નહીં ફેલાવવાની પણ વિનંતી કરી છે.

viral videos social media instagram mumbai local train churchgate western railway offbeat news mumbai news mumbai