દિલ્હીમાં પાકિસ્તાનના વખાણ કરનાર પ્રવાસીઓને ઉબર ડ્રાઇવરે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો

12 August, 2024 03:20 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Viral Video: ઘણાએ ડ્રાઇવરની પ્રશંસા કરી છે અને તેને શાબાશી આપી છે, જ્યારે અન્ય લોકોએ મુસાફરો પ્રત્યેના ડ્રાઈવરના વર્તનથી સામે નારાજગી વ્યક્ત કરી છે.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર સૌજન્ય સોશિયલ મીડિયા)

ભારતમાં ઓલા અને ઉબર (Viral Video) જેવી ઓનલાઈન કેબ બૂકિંગ કંપનીના અનેક વિચિત્ર સમાચાર સામે આવતા હોય છે. આ કેબ ચાલકો દ્વારા લોકો સાથે ખરાબ વર્તન કરવું હોય કે પછી વધુ પડતાં પૈસા પડાવવા કે કોઈપણ બીજા કારણોને લીધે સતત ચર્ચામાં રહે છે. હાલમાં ફરી વખત ઉબર કેબનો ડ્રાઈવર ચર્ચામાં આવ્યો છે. આ કેબ ડ્રાઇવરે પાછળ બેસેલા પ્રવાસી અને તેની ગર્લફ્રેન્ડને ઉતારી દીધા હતા. હવે આ ઘટના સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. તો જાણીએ છે શું છે આ કિસ્સો.

આ કિસ્સામાં બન્યું એમ કે એક પાકિસ્તાનનો નાગરિક અને તેની મહિલા મિત્ર ભારતીયો માટે ખરાબ વાતો કરી રહ્યા હતા અને તેમને ‘મતલબપરસ્ત’ કહી રહ્યા હતા. આ વાતને સાંભળીને ઉબર ડ્રાઇવરે શરૂઆતમાં તેમને ભારતીયોનું અનાદર (Viral Video) કરવાનું બંધ કરવા કહ્યું. જો કે તેમણે આવી વાતો કહેવાનું  શરૂ જ રાખ્યું અને જ્યારે તેઓએ તેમની મર્યાદા ઓળંગી ત્યારે ડ્રાઇવરે બંનેને કેબમાંથી બહાર જવાનું કહ્યું. સોશિયલ મીડિયા X પર વીડિયો શૅર કરીને એકે લખ્યું દિલ્હીમાં ઉબર ડ્રાઇવર અને પ્રવાસીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. સંઘર્ષ ત્યારે શરૂ થયો જ્યારે ડ્રાઇવરે મુસાફરોને ચર્ચા કરતા સાંભળ્યા કે તેઓ દિલ્હીના લોકોને કેવી રીતે સ્વાર્થી માને છે. તેને ભારતનું અપમાન માનીને નારાજ થઈને ડ્રાઈવર ગુસ્સે થઈ ગયો. તેમ છતાં મહિલાએ સમજાવીને પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કર્યો કે તેમની ટિપ્પણીઓ વ્યક્તિગત હુમલાઓને બદલે શહેર વિશે સામાન્ય અવલોકનો છે, તેના પ્રયત્નો નિરર્થક હતા. ડ્રાઇવરે, હજુ પણ ગુસ્સે થઈને, આખરે મધ્યરાત્રિએ તેઓને કેબમાંથી બહાર કાઢ્યા અને તેમને ગાળો આપી અને તેમને પાકિસ્તાની પણ કહ્યા.

“તમે પાકિસ્તાની છો. હલાલા કી ઔલાદ હો તુમ લોગ [તમે લોકો હલાલાના સંતાનો છો],” એમ ડ્રાઇવરે કહ્યું હતું. આ ઘટના કથિત રીતે નવ ઓગસ્ટના રોજ મધ્યરાત્રિએ બની હતી. આ ઘટનાનો વીડિયો મુસાફરોએ રેકોર્ડ કર્યો હતો, તે સોશિયલ મીડિયા (Viral Video) પ્લેટફોર્મ પર વાયરલ થયો છે અને યુઝર્સ પણ તેના પર ટિપ્પણીઓ કરી રહ્યા છે. જ્યારે ઘણાએ ડ્રાઇવરની પ્રશંસા કરી હતી, જ્યારે અન્ય લોકો મુસાફરો પ્રત્યેના તેના વર્તનથી નાખુશ હતા. 11 ઓગસ્ટના રોજ શૅર કરવામાં આવ્યો ત્યારથી, વીડિયોને પાંચ લાખથી વધુ વ્યૂઝ મેળવ્યા છે અને હજુ પણ તેની ગણતરી થઈ રહી છે. ઘણા લોકો તેમના વિચારો શૅર કર્યા છે અને આશ્ચર્યજનક છે કે લોકોએ મુસાફરોને પીડિત કહ્યા છે. જો તમે રાષ્ટ્રીય રાજધાનીમાં ભારત માટે ખરાબ કરો તો બીજું શું કરી શકે,” એમ પણ એકે લખ્યું હતું.

viral videos uber social media new delhi offbeat news