મૉલમાં ગાયનું વિન્ડો-શૉપિંગ

09 January, 2023 12:12 PM IST  |  Dhubri | Gujarati Mid-day Correspondent

આસામના ધુબરી શહેરમાં એક મૉલમાં ગાય ઘૂસી જતાં મૉલના સ્ટાફ તેમ જ ગ્રાહકોમાં ગભરાટ પ્રસરી ગયો હતો

મૉલમાં ગાયનું વિન્ડો-શૉપિંગ

ભારતમાં રસ્તા પર રખડી રહેલી ગાય નવાઈની વાત નથી, પણ એ જ ગાય જો કોઈ દુકાન કે શૉપિંગ મૉલમાં ફરતી દેખાય તો ચોક્કસ આશ્ચર્યની સાથે ગભરાટ પણ ફેલાઈ જાય. આસામમાં આવી જ એક ઘટના બની છે. આસામના ધુબરી શહેરમાં એક મૉલમાં ગાય ઘૂસી જતાં મૉલના સ્ટાફ તેમ જ ગ્રાહકોમાં ગભરાટ પ્રસરી ગયો હતો. જોકે ગાય તો જાણે એને કોઈ ફરક ન પડતો હોય એમ મૉલમાં એક ચક્કર મારીને દરવાજા તરફ ચાલી જાય છે. ટ‍્વિટર પર આ ક્લિપ નીતીશ સરમાહ નામના યુઝરે પોસ્ટ કરી છે. કેટલાકે એના પર કૉમેન્ટ કરી કે ગાય વિન્ડો શૉપિંગ કરવા આવી હતી. 

offbeat news assam viral videos shopping mall