બાસ્કેટબૉલ કોર્ટમાં ભાંખોડિયા ભરવાની રેસનો વિડિયો વાઇરલ

31 March, 2023 12:23 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ટ્વિટર પર ‘હંસના ઝરૂરી હૈ’ પેજ પર આ વિડિયો અપલોડ થયો છે

બાસ્કેટબૉલ કોર્ટમાં ભાંખોડિયા ભરવાની રેસનો વિડિયો વાઇરલ

સોશ્યલ મીડિયા પર બેબી રેસનો વિડિયો વાઇરલ થયો છે. ટ્વિટર પર ‘હંસના ઝરૂરી હૈ’ પેજ પર આ વિડિયો અપલોડ થયો છે. બે મિનિટના આ વિડિયોમાં જોઈ શકાય છે કે બાસ્કેટબૉલ કોર્ટમાં આ રેસ યોજાઈ છે, જેમાં બાળકોને ઘૂંટણિયે ચાલીને સ્ટાર્ટલાઇનથી ફિનિશલાઇન સુધી જવાનું છે. રેસની શરૂઆત થતાં બાળકો ભાંખોડિયા ભરવાની શરૂઆત કરીને ધીમે-ધીમે ફિનિશલાઇન સુધી પહોંચે છે. એક બાળક ફિનિશલાઇન સુધી લગભગ પહોંચી ગયું હોવા છતાં અને માતા-પિતાએ અનેક વાર બોલાવ્યા છતાં ફિનિશલાઇનને અડવા તૈયાર નથી થતું અને પાછું સ્ટાર્ટલાઇન તરફ જવા માંડે છે. જોકે એક બાળક આખરે ફિનિશલાઇનને ટચ કરવામાં સફળ રહે છે. આ રેસનો વિડિયો વાઇરલ થયો છે.

offbeat news international news viral videos washington