Viral Video: કુદરતે રમી કેવી રમત! 26 વર્ષ નાકમાં ફસાયેલો રહ્યો Lego ગેમનો પીસ અને હવે...

16 September, 2024 11:25 AM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

Viral Video: 26 વર્ષ સુધી શખ્સના નાકમાં લેગો ગેમનો ટુકડો ફસાઈ રહેવાથી તેને કોઈ શારીરિક તકલીફ પડી કે કેમ? તે મોટો પ્રશ્ન લોકોને થઈ રહ્યો છે.

આ ભાઈના નાકમાં LEGOનો ટુકડો ફસાઈ ગયો હતો

અવારનવાર રમતા રમતા બાળકોના મોઢામાં કે નાકમાં રમકડું ફસાઈ જતું હોય છે. ત્યારબાદ એને કાઢવા માટે ઘણા સભ્યો ઘરગથ્થું ઈલાજ કરતાં હોય છે. તો પણ ઈલાજ ન થાય તો ડિક્ટર પાસે જવામાં આવે છે. વાચકો, આવો જ કિસ્સો (Viral Video) અમેરિકામાંથી સામે આવ્યો છે. અહીં કોઈ બાળક નહીં પણ 32 વર્ષના એક વ્યક્તિના નાકમાં લેગો ફસાયેલો હતો. એ પણ 26 વર્ષથી! 

લેગો એ એક લોકપ્રિય જેમ છે. જેમાં પ્લાસ્ટિકની ઇંટો જેવાં પ્લાસ્ટિકના બ્લોક્સ હોય છે. પ્લેયર આ બ્લોક્સને વ્યવસ્થિતરીતે ગોઠવીને જુદા જુદા સ્ટ્રક્ચર્સ, જેમ કે વાહનો, બિલ્ડિંગ વગેરે તૈયાર કરે છે. આ જ લેગો બ્લોક આ વ્યક્તિના નાકમાં ફસાઈ ગયો હતો.

જૉકે, આ વ્યક્તિએ હવે તે લેગો બ્લોકને જાતે જ કાઢી નાખ્યો છે. પણ લોકોને સવાલ એ થઈ રહ્યો છે કે તબ્બલ 26 વર્ષ સુધી તેના નાકમાં તે ફસાઈ રહેવાથી તેને કોઈ શારીરિક તકલીફ પડી કે કેમ?

સ્નાન દરમિયાન લેગો નાકમાં ફસાઈ ગયો 

32 વર્ષના આ અમેરિકન શખ્સનું નામ છે એન્ડી નોર્ટ. એન્ડી નોર્ટ દ્વારા 2 સપ્ટેમ્બરના રોજ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ (Viral Video) મૂકવામાં આવી હતી તેમાં આ સમગ્ર બાબતનો ઘટસ્ફોટ થયો છે. તેણે જણાવ્યું હતું કે 1990માં તેઑ છ વર્ષનાં હતા ત્યારે આ ઘટના બની હતી. તેઑ બાળપણમાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે તેમના હાથમાં લેગોનો ટુકડો હતો. જે તેમના નાકમાં ફસાઈ ગયો હતો. ઘણું કર્યા બાદ પણ તે ટુકડો બહાર આવી શક્યો નહોતો. અને આ ટુકડો છેલ્લા 26 વર્ષથી તેમના નાકમાં જ ફસાઈ પડ્યો હતો. જે હવે બહાર આવ્યો છે.

ઘણા પ્રયાસો કર્યા છતાં સફળતા નહોતી મળી 

નાકમાં લેગો બ્લોક ફસાઈ ગયા બાદ નોર્ટને ઘણા જ પ્રયાસ કર્યા હતા કે તે બહાર આવી જાય. તેમણે ડોકટરોની પણ સલાહ લીધી હતી. ડોકટરોએ તેમને ગરમ પાણીથી નાકને સાફ કરવા માટેનો નુસખો પણ કહ્યો હતો. આ ઉપરાંત ઘણા પ્રયત્નો બાદ પણ લેગો બ્લોક તેમના નાકમાંથી બહાર (Viral Video) આવી શક્યો નહોતો. પણ હવે 26 વર્ષ બાદ અચાનક જ નાકમાંથી તે સહજરીતે બહાર આવી ગયો છે.

26 વર્ષે હાશ થઈ!

Viral Video: અમેરિકાના નોર્ટનને હવે હશ થઈ છે. નાકમાંથી લેગો બ્લોક નીકળી ગયા બાદ તેઑ એકદમ આરામ અનુભવી રહ્યા છે. હવે તેઓને શ્વાસ લેવામાં પણ કોઈ જ પ્રકારની સમસ્યા થઈ રહી નથી. નાક વડે તેઑ હવે બરાબર શ્વાસ પણ લઈ શકે છે અને સૂંઘી પણ શકે છે. જોકે જીંદગી સાઇનસની સમસ્યા અને એલર્જીની ઝઝૂમવું પડ્યું છે.

offbeat news viral videos social media social networking site united states of america