24 December, 2024 04:31 PM IST | Chandigarh | Gujarati Mid-day Correspondent
તુબા પાશા
સોશ્યલ મીડિયા પર તુબા પાશા નામની એક યુવતી આએદિન પોતે બાઇક રાઇડ કરતી હોય એવા વિડિયો પોસ્ટ કરતી રહે છે. તેની ખાસિયત એ છે કે બાઇક પર તે એકદમ ટ્રેડિશનલ અટાયરમાં તૈયાર થયેલી હોય છે. પહેલાં તો પંજાબી ડ્રેસમાં બાઇક રાઇડ કરતી હોય એવું જોવા મળતું હતું, જ્યારે છેલ્લા થોડા વખતથી તે સાડી પહેરીને અને દુલ્હનની જેમ લેહંગામાં સજીધજીને બાઇક ચલાવે છે. હાઇવે પર દુલ્હન બનીને બાઇક ચલાવતી યુવતીને જોઈને ટ્રક-ડ્રાઇવરોના રીઍક્શન જોવા જેવાં હોય છે.