20 February, 2024 02:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (સૌજન્ય: ઇન્સ્ટાગ્રામ)
અત્યારે સોશિયલ મીડિયા પર એક ગીત વાયરલ (Viral Song Chor) થઈ રહ્યું છે. ઘણા બધા રીલ્સના બેકગ્રાઉન્ડમાં એક સોંગ વાગી રહ્યું છે આ સોંગનું ટાઇટલ ‘ચોર’ એવું છે. ન માત્ર સોસિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ બૉલીવુડ સ્ટાર્સ પણ આ રિમિક્સ પાછળ ગાંડા થયા છે.
‘ચોર’ એ સપોતિફાય ઈન્ડિયા પર અને વૈશ્વિક સ્તરે સૌથી વધુ વાયરલ થયેલું ગીત (Viral Song Chor) માનવામાં આવે છે. અને યુટ્યુબ પર તો આ ગીતે 1.5 મિલિયનથી વધુ વ્યૂઝ મેળવી લીધા છે.
કોણ છે આ સોન્ગનો રાઇટર અને ગાયક?
તમે પણ આ વાયરલ થયેલું ‘ચોર’ (Viral Song Chor) સાંભળ્યું જ હશે. હવે તમને જણાવી દઈએ કે આ સોન્ગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાંથી કલાકાર બનેલા જસ્ટ દ્વારા લખવામાં આવ્યું છે. જસ્ટ એક મ્યુઝિશિયન છે. પ્રાપ્ત માહિતી અનુસાર તે દિલ્હીમાં રહે છે. હવે તે તેના ગીત ‘ચોર’ માટે ખૂબ જ પ્રખ્યાત થઈ ગયો છે. `કલ રાત આયા મેરે ઘર એક ચોર` ના શબ્દો હવે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે.
તમને જાણવું ગમશે કે જસ્ટ ઘણા મ્યુઝિક કોન્સર્ટ કરે છે. દિલ્હીમાં રહીને તે અનેક મ્યુઝિક પરફોર્મન્સ આપતો હોય છે. જોકે, જસ્ટનું સાચું નામ હજી સુધી જાહેર થયું નથી. હાલમાં તેના ઈન્સ્ટાગ્રામ પર 64 હજારથી વધુ ફોલોઅર્સ છે.
‘ચોર’ આ વાયરલ ગીત (Viral Song Chor) સાથે જોડાયેલી રસપ્રદ વાત કરતાં જસ્ટ એક ઇંટરવ્યૂમાં જણાવે છે કે એને તો એના પોતાના અન્ય ગીતો સાથે પણ એટલી જ લાગણી છે. આજે આ ‘ચોર’ ગીતનો અર્થ તમારા માટે એક હોય શકે અને છ મહિના બાદ જુદો. આ જ તો ગીતનો ગીતનો સ્વભાવ છે.
સીએની ડિગ્રી પણ ધરાવે છે આ સંગીતકાર?
હા, તમને જાણીને નવાઈ લાગશે કે જસ્ટ પોતે સીએની ડિગ્રી ધરાવે છે. અને તે એક સીએ ફર્મમાં કામ પણ કરતો હતો. પણ એક સમયે તેઓએ આ એકાઉન્ટિંગની દુનિયાને છોડીને સંગીતના ક્ષેત્રમાં જવાનું પસંદ કર્યું હતું. આ રીતે સંગીતના ક્ષેત્રમાં આવવું એ તો તેની હિંમતની વાત છે!
શું છે સંગી ક્ષેત્રમાં આવવા પાછળનું તેનું કારણ?
જોકે સીએ હોવાથી કોર્પોરેટ સેક્ટરમાં તેને સારી એવી સફળતા પણ મળી હતી. છતાં આ જસ્ટને તો મનમાં ક્યાંક ખાલીપો પરેશાન કર્યા કરતો હતો. અને એને લાગ્યું કે મારો આ ખાલીપો ફક્ત સંગીત જ ભરી શકે એમ છે.
બસ પછી તો રવીન્દ્રનાથ ટાગોર પાસેથી પ્રેરણા લઈને આ સીએ ભાઈએ સંગીત (Viral Song Chor)ની સફર શરૂ કરી હતી. આપણે જાણીએ છીએ કે ટાગોરનો ગ્રામીણ વિકાસ પર ઊંડો પ્રભાવ રહ્યો છે. ટાગોરના દાર્શનિક સંગીત અને કાવ્યાત્મકતાના પ્રભાવમાં જસ્ટ હવે તો છવાઈ ગયો છે.